શહેરના વિવિધ વિસ્તારમાંથી મ્યુનિ.ની ટીમ દ્વારા લાયસન્સ વગરના ૩૪ ઢોર પકડવામાં આવ્યા
મેઘાણીનગર,નરોડા,રામોલ,વિરાટનગર સહિતના વોર્ડમાં ઘનિષ્ઠ કાર્યવાહી
અમદાવાદ,શુક્રવાર,1 ડીસેમ્બર,2023
અમદાવાદમાં ૧ ડીસેમ્બરથી લાયસન્સ વગર ઢોર રાખવા ઉપર સંપૂર્ણ
પ્રતિબંધ લાગૂ કરાયો છે.મ્યુનિ.ના સી.એન.સી.ડી.ની ટીમ શુક્રવારે સવારથી જ
મેઘાણીનગર,નરોડા,રામોલ,વિરાટનગર,ઓઢવ સહિતના
વોર્ડમાં પહોંચી ગઈ હતી.જયાં લાયસન્સ વગર રાખવામાં આવેલા ૩૪ ઢોર પકડીને મ્યુનિ.ના
ઢોરવાડામાં મોકલી દેવામાં આવ્યા હતા.આવનારા સમયમાં મ્યુનિ.તંત્ર લાયસન્સ વગર
રાખવામાં આવેલા પશુઓને પકડવાની ઝુંબેશને વધુ સઘન બનાવશે.
અમદાવાદ મ્યુનિ.તંત્ર સમક્ષ પશુ રાખવા લાયસન્સ મેળવવા
આવેલી૧૨૧૯ અરજીઆપૈકી ૧૨૭ લાયસન્સ-પરમીટ ઈસ્યુ કરવામાં આવ્યા છે.૩૧૮ અરજી પુરાવાના
અભાવે રદ કરવામાં આવી છે.શુક્રવારે બાવીસ જેટલી સી.એન.સી.ડી.વિભાગની ટીમ પોલીસ
બંદોબસ્ત સાથે શહેરના અલગ અલગ વોર્ડ વિસ્તારોમાં સવારથી જ ઉતરી પડી હતી.જયાં
લાયસન્સ વગર રાખવામાં આવેલા પશુઓ સહિત રોડ ઉપર રખડતા એમ કુલ મળીને ૮૮ પશુ સાત
ઝોનમાંથી પકડવામાં આવ્યા હતા.મ્યુનિ.તંત્ર તરફથી ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં
આવેલા આદેશ મુજબ,શહેરના
વિવિધ વોર્ડ વિસ્તારમાં લાયસન્સ વગર રાખવામાં આવેલા પશુઓને પકડવાની કામગીરીને વધુ
વેગીલી બનાવવામાં આવશે.અત્યારસુધીમાં કુલ ૭૭૬૦ પશુઓનુ રજિસ્ટ્રેશન થવા પામ્યુ છે.