શાકભાજીના ફેરીયાઓ માટે અમદાવાદમાં ઝોન દીઠ બે વેજીટેબલ માર્કેટ તૈયાર કરાશે

ઓઢવ-નરોડામાં છ કરોડના ખર્ચથી વેજીટેબલ માર્કેટ શરુ કરાયા

Updated: Sep 14th, 2024


Google NewsGoogle News

    શાકભાજીના ફેરીયાઓ માટે અમદાવાદમાં ઝોન દીઠ બે વેજીટેબલ માર્કેટ તૈયાર કરાશે 1 - image   

 અમદાવાદ,શુક્રવાર,13 સપ્ટેમ્બર,2024

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં શાકભાજી વેચતા ફેરીયાઓ કોઈ એક ચોકકસ સ્થળે બેસી શાકભાજીનુ વેચાણ કરી શકે એ માટે ઝોન દીઠ બે વેજીટેબલ માર્કેટ તૈયાર કરાશે. ઓઢવમાં  રુપિયા ૨.૩૬ કરોડના ખર્ચથી પતરાંના ડોમથી કવર કરી બનાવાયેલુ વેજીટેબલ માર્કેટને શરુ કરવામાં આવ્યુ છે.નરોડા ખાતે ૩.૬ કરોડના ખર્ચથી વેજીટેબલ માર્કેટ શરુ કરાયુ છે.

ઓઢવમાં  વિમલપાર્ક સોસાયટીની બાજુમાં આવેલા મ્યુનિ.ના રીઝર્વ પ્લોટમાં ૮૦ થડાનું વેજીટેબલ માર્કેટ બનાવવામા આવ્યુ છે.જેમાં કુલ ૭૬ ફેરીયાઓને ડ્રો કરી થડાં ફાળવવામા આવ્યા છે.થડા ધારકો પાસેથી દર મહિને રુપિયા બે હજાર ભાડુ તથા રુપિયા પાંચસો નિભાવ ખર્ચ વસૂલ કરવામાં આવશે.માર્કેટમાં લાઈટ,પંખા સહિત પાર્કિંગ સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે.નરોડા ખાતે આવેલા સ્વામિનારાયણ પાર્કની પાસે ૩૨૪૪ ચોરસમીટર ક્ષેત્રફળ વાળા પ્લોટમાં  શાકભાજીનાફેરીયાઓ માટે ૧૨૦ થડાં બનાવવામાં આવ્યા છે.જો કોઈ થડાં ધારક એક વર્ષનું ભાડુ એડવાન્સમાં ભરે તો તેને એક મહિનાનુ ભાડુ રુપિયા બે હજાર ઈન્સેન્ટિવ તરીકે અપાશે.આગામી સમયમાં શહેરના વિવિધ ઝોનમાં આ પ્રકારે વેજીટેબલ માર્કેટ બનાવાશે.


Google NewsGoogle News