અમદાવાદ મ્યુનિ. રહેણાંક-કોમર્શિયલ હેતુ માટેના 22 પ્લોટ વેચીને 2500 કરોડની આવક કરશે

Updated: Jun 6th, 2024


Google NewsGoogle News
અમદાવાદ મ્યુનિ. રહેણાંક-કોમર્શિયલ હેતુ માટેના 22 પ્લોટ વેચીને 2500 કરોડની આવક કરશે 1 - image


Ahmedabad:મદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રહેણાંક તથા કોમર્શિયલ હેતુ માટેના 22 પ્લોટ કાયમી ધોરણે વેચીને રુપિયા 2500 કરોડની રોકડી કરવાનો નિર્ણય કર્યો છે. આ અંગે મંજૂરી માંગતી દરખાસ્ત આજે મળનારી સ્ટેન્ડિંગ કમિટિ સમક્ષ મુકવામાં આવી છે.

સરદાર પટેલ રીંગ રોડ ઉપર વસ્ત્રાલના કોમર્શિયલ હેતુ માટેના પ્લોટના વેચાણથી રુપિયા 507 કરોડથી વધુ તેમજ ચાંદખેડાના કોમર્શિયલ હેતુ માટેના પ્લોટના વેચાણથી રુપિયા 502 કરોડથી વધુની રકમ મળવાની મ્યુનિ. તંત્રને આશા છે. 22 પ્લોટ પૈકી 13 પ્લોટ કોમર્શિયલ તથા 9 પ્લોટ રહેણાંક હેતુ માટેના છે. બોકદેવ વોર્ડમાં નીમ ટ્રી રેસ્ટોરન્ટ પાસે આવેલા કોમર્શિયલ પ્લોટની પ્રતિ સ્કેવર મીટર રુપિયા 2.70 લાખ કિંમત મુકવામા આવી છે. વટવામા આવેલા રહેણાંક હેતુ માટેના પ્લોટની કિંમત પ્રતિ સ્કેવર મીટર રુપિયા 40 હજાર મુકવામા આવી છે.

અમદાવાદ મ્યુનિ.ના રહેણાંક તથા કોમર્શિયલ હેતુ માટેના બાવીસ પ્લોટ 99 વર્ષ માટે ભાડે આપવા માર્ચ મહિનાથી મ્યુનિસિપલ તંત્ર તરફથી જાહેરાત કરવામા આવતી હતી. લોકસભાની ચૂંટણી જાહેર થતા આચારસંહિતાના અમલના ઓઠા હેઠળ આ પ્લોટનુ ઈ-ઓકશન બે વખત મોકૂફ રાખવામા આવ્યુ હતુ. 18થી 21 જૂન દરમિયાન ઈ-ઓકશન કરવાની જાહેરાત બાદ મ્યુનિ.ના એસ્ટેટ મધ્યસ્થ વિભાગ તરફથી આજે મળનારી  સ્ટેન્ડિંગ કમિટિ સમક્ષ બાવીસ પ્લોટ 99 વર્ષના ભાડા પટ્ટે તબદીલ કરવાના બદલે કાયમી ધોરણે વેચાણથી નિકાલ કરવાની કાર્યપધ્ધતિ અપનાવવા તથા 12 માર્ચના રોજ બહાર પાડવામા આવેલા ટેન્ડરમા જરુરી સુધારા વધારા કરી આ બાબતમા કાર્યવાહી કરવા મંજૂરી માંગવામા આવી છે.

મ્યુનિ.ના બાવીસ પ્લોટ 99 વર્ષના ભાડા પટ્ટે તબદીલ કરવાના બદલે કાયમી ધોરણે વેચાણથી નિકાલ કરવા અંગે ક્રેડાઈ તથા ગાહેડ જેવી સંસ્થાઓ તરફથી રજૂઆત કરવામા આવી હોવાનુ સ્ટેન્ડિંગ કમિટિ સમક્ષ મંજૂરી માટે મુકવામા આવેલી દરખાસ્તમાં ઉલ્લેખ કરાયો છે. જે બાવીસ પ્લોટ કાયમી ધોરણે વેચાણથી આપવામા આવનાર છે તે શહેરના 11 અલગ અલગ વોર્ડમાં આવેલા છે.

ચાંદખેડા વોર્ડના ત્રણ રહેણાંક તથા બે કોમર્શિયલ હેતુ માટેના પ્લોટ ઉપરાંત બોડકદેવ વોર્ડના ત્રણ કોમર્શિયલ હેતુ માટેના પ્લોટ સ્ટેન્ડિંગ કમિટિ દ્વારા દરખાસ્ત મંજૂર કરાયા બાદ કાયમી ધોરણે વેચાણથી આપી દેવામા આવશે. ઉપરાંત થલતેજમાં એક રહેણાંક, મકરબાના બે કોમર્શિયલ હેતુ માટેના પ્લોટ તથા શીલજના એક રહેણાંક હેતુ માટેના પ્લોટનો સમાવેશ થાય છે. વસ્ત્રાલમા એક કોમર્શિયલવટવામા એક રહેણાંકનિકોલમાં બે કોમર્શિયલ અને એક રહેણાંક, મોટેરામા એક કોમર્શિયલ તેમજ એક રહેણાંક હેતુ માટેના પ્લોટનો પણ સમાવેશ કરવામા આવ્યો છે. ઈસનપુર અને નારોલમા એક-એક કોમર્શિયલ પ્લોટ આવેલા છે.

અમદાવાદ મ્યુનિ. રહેણાંક-કોમર્શિયલ હેતુ માટેના 22 પ્લોટ વેચીને 2500 કરોડની આવક કરશે 2 - image

બજાર કિંમત સરકારની મંજૂરીથી નકકી કરવી જોઈએ, હાઈકોર્ટના એડવોકેટ

ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ પ્રશાંત દેસાઈ દ્વારા આપવામા આવેલા અભિપ્રાય મુજબ, અગાઉ પણ શહેર કોટડા વિસ્તારની પ્લોટ નંબર-71ની જગ્યા 99 વર્ષના લીઝ ઉપર આપવામા આવી હતી. સંસ્થા દ્વારા વર્ષ-2021માં મ્યુનિસિપલ કોર્પોરેશનને રુપિયા 10.45 કરોડ જેટલી રકમ ચૂકવી હતી. જો કે તે સમયે ટી.પી.ફાઈનલ થઈ નહીં હોવાથી ત્યાં બાંધકામ નહીં કરવાની શરત હતી. વર્ષ-2018માં ટી.પી.ફાઈનલ થયા બાદ તે જગ્યા ફેબુ્આરી-2024માં આ જગ્યાને વેચાણથી આપવામા આવી હતી. જો કે તે માટે તેની માર્કેટ કિંમત સરકારની મંજૂરીથી નકકી કરવી જોઈએ.

અમદાવાદ મ્યુનિ. રહેણાંક-કોમર્શિયલ હેતુ માટેના 22 પ્લોટ વેચીને 2500 કરોડની આવક કરશે 3 - image


Google NewsGoogle News