Get The App

અમદાવાદ ફાયર વિભાગ માટે ૩૩ માળ સુધી પહોંચી શકે એવી સ્નોરકેલ ૪૬ કરોડના ખર્ચે ખરીદાશે

અમદાવાદમાં હાલમાં સો મીટરથી વધુ ઉંચાઈ ધરાવતા ૨૩ બિલ્ડિંગ છે

Updated: Jan 21st, 2025


Google NewsGoogle News

    અમદાવાદ ફાયર વિભાગ માટે ૩૩ માળ સુધી પહોંચી શકે એવી સ્નોરકેલ ૪૬ કરોડના ખર્ચે ખરીદાશે 1 - image 

  અમદાવાદ, મંગળવાર,21 જાન્યુ,2025

અમદાવાદ ફાયર વિભાગ માટે ૩૩ માળ સુધી પહોંચી આગ હોલવી શકે એવી ફિનલેન્ડ મેક સ્નોરકેલ રુપિયા ૪૬ કરોડના ખર્ચે ખરીદવા આજે મળનારી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત મંજૂરી માટે મુકવામાં આવી છે.શહેરના વિવિધ ઝોનમાં હાલ સો મીટરથી વધુ ઉંચાઈ ધરાવતા ૨૩ બિલ્ડિંગ આવેલા છે.

અમદાવાદના વિવિધ વોર્ડ વિસ્તારમાં ૭૦ મીટરથી વધુ અને ૧૦૦ મીટરથી વધુ ઉંચાઈ ધરાવતા બિલ્ડિંગ બનાવવામાં આવી રહયા છે. તમામ પ્રકારના હાઈરાઈઝ બિલ્ડિંગમાં ફાયર સેફટી ઈકવીપમેન્ટ લગાવવા ફરજિયાત બનાવવામા આવેલા છે. આમ છતાં રેસિડેન્શિયલ તથા કોમર્શિયલ એમ બંને પ્રકારના બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના સમયે ઉંચાઈ ઉપર ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે નીચે ઉતારવા તથા ઝડપથી આગ હોલવવા માટે સ્નોરકેલનો ઉપયોગ ફાયર વિભાગ દ્વારા કરવામાં આવે છે. અમદાવાદ ફાયર વિભાગ પાસે હાલમાં ૫૫ મીટર અને ૮૧ મીટર સુધીની ઉંચાઈ સુધી પહોંચીને કામગીરી કરી શકે એવી બે સ્નોરકેલ છે.ફાયર વિભાગ માટે ૧૦૪ મીટર ઉંચાઈ સુધી જઈને કામગીરી કરી શકે એવી સ્નોરકેલ બ્રીજબાસી ફાયર સેફટી સિસ્ટમ  પ્રા.લિ.પાસેથી મ્યુનિસિપલ કોર્પોરેશન ખરીદ કરશે.કંપની પાસેથી સ્નોરકેલ ખરીદવા માટે કસ્ટમ ડયૂટી, ઈન્સ્યોરન્સ અને અન્ય ચાર્જીસ યુરો કરન્સીમાં ચૂકવવામાં આવશે.સ્નોરકેલ એટલે કે હાઈડ્રોલિક પ્લેટફોર્મનો વોરંટી પિરીયડ પુરો થયા પછી પાંચ વર્ષના ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ પેટે કંપનીને રુપિયા ૨.૮૩ કરોડ ઉપરાંત ૧૮ ટકા જી.એસ.ટી.ની રકમ ચૂકવવામાં આવશે.

અમદાવાદમાં ઝોનમુજબ ૧૦૦ મીટરથી વધુ ઉંચાઈના બિલ્ડિંગ

ઝોન    રહેણાંક કોમર્શિયલ      મિકસ

ઉ.પ.   ૧૨     ૦૬             ૦૩

દ.પ.   ૦૧     --              ૦૧


Google NewsGoogle News