છ મહિનાના સમય માટે એસ.વી.પી. હોસ્પિટલમાં આરોગ્યલક્ષી ટેસ્ટ ૫૦ ટકા ડીસ્કાઉન્ટમાં કરવામાં આવશે

રીપોર્ટ નાગરિકોને તેમના રજિસ્ટર્ડ વોટસએપ નંબર ઉપર મોકલી અપાશે

Updated: Oct 20th, 2023


Google NewsGoogle News

     છ મહિનાના સમય માટે એસ.વી.પી.  હોસ્પિટલમાં આરોગ્યલક્ષી ટેસ્ટ ૫૦ ટકા ડીસ્કાઉન્ટમાં કરવામાં આવશે 1 - image

  અમદાવાદ,ગુરુવાર,19 ઓકટોબર,2023

૧૬ ઓકટોબરથી ૩૧ માર્ચ-૨૦૨૪ સુધીના સમય માટે એસ.વી.પી.હોસ્પિટલમાં આરોગ્યલક્ષી ટેસ્ટ ૫૦ ટકા ડીસ્કાઉન્ટમાં કરી આપવા નિર્ણય લેવામાં આવ્યો છે.ટેસ્ટ અંગેનો રીપોર્ટ નાગરિકોને તેમના રજિસ્ટર્ડ વોટસઅપ નંબર ઉપર મોકલી આપવામાં આવશે.

દર બુધવારે સવારના ૯થી ૫ તથા દર શનિવારે સવારે ૮થી બપોરના ૧ કલાક સુધીના સમય દરમિયાન એસ.વી.પી.હોસ્પિટલ ની ઓ.પી.ડી.માં લેબોરેટરી ટેસ્ટ માટે આવતા લોકોને નિયતદરના ૫૦ ટકા ડીસ્કાઉન્ટ દરથી તમામ લેબોરેટરી ટેસ્ટ કરી આપવામાં આવશે.૧૦૬૭ જેટલા ટેસ્ટ ૫૦ ટકા ડીસ્કાઉન્ટમાં કરવામાં આવશે.જે પૈકી ૩૦ જેટલા રુટીન તપાસના કેસોમાં  પણ દર્દી-નાગરિકોને લાભ મળશે.શહેરમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં બ્લડ ગ્લુકોઝ સહિતના  અન્ય ટેસ્ટ માટે રુપિયા ૧૦૦થી ૨૦૦ ચાર્જ લેવામાં આવે છે તે ટેસ્ટ એસ.વી.પી.હોસ્પિટલમાં માત્ર પચાસ રુપિયામાં કરી આપવામા આવશે.

વસ્ત્રાલ-નરોડામાં ડાયાલીસીસ સેન્ટર શરુ કરાશે

શહેરના વસ્ત્રાલ તથા નરોડા ખાતે પી.પી.પી.બેઝથી કીડનીના દર્દીઓ માટે ડાયાલીસીસ સેન્ટર શરુ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે.કીડનીના દર્દીઓને વિનામૂલ્યે ડાયાલીસીસ કરી આપવાની સુવિધા મ્યુનિ.તંત્ર તરફથી ઉપલબ્ધ કરાવવામાં આવશે.


Google NewsGoogle News