ઉત્તરાયણ પહેલાં ફુડ વિભાગ જાગ્યું , ઉંધીયા,જલેબી,ચીકી સહીતના ખાદ્યપદાર્થના શંકાસ્પદ સેમ્પલ લીધા
બાપુનગરમાં ચંદ્ર ખમણના એકમને ફુડ વિભાગ દ્વારા સીલ કરવામા આવ્યું
અમદાવાદ,શુક્રવાર,10 જાન્યુ,2025
દિવાળી પર્વની જેમ ફરી એક વખત ઉત્તરાયણ પર્વ પહેલાં અમદાવાદ
મ્યુનિસિપલ કોર્પોરેશનનુ ફુડ વિભાગ જાગ્યુ છે. શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા
ખાદ્યપદાર્થના વિક્રેતાઓને ત્યાંથી ઉંધીયા ઉપરાંત જલેબી,ચીકી સહીતના
ખાદ્યપદાર્થના શંકાસ્પદ સેમ્પલ લઈ લેબોરેટરી તપાસ માટે મોકલાયા છે.બાપુનગરમાં
ચંદ્ર ખમણના એકમને એકના એક તેલમાં તળવાની બાબતને લઈ ફુડ વિભાગે સીલ કર્યુ છે.
ઉત્તરાયણ પર્વ અગાઉ મ્યુનિ.ફુડ વિભાગે ઓર્ગેનિક ફુડના ૧૨૨, મલાઈ,પેંડા,જલેબીના ૧૮
ઉપરાંત ઉંધીયાના ચાર સેમ્પલ લેવામાં આવ્યા છે.નમકીન,ફાફડાના ૬ તેમજ ચિકકી,તલના
લાડુ, મેથીના
લાડુના પાંચ શંકાસ્પદ સેમ્પલ લીધા છે.વસ્ત્રાલ રીંગ રોડ પાસે આવેલા ધ ફયુઝન
પીત્ઝાના એકમની તપાસ સમયે બિન આરોગ્યપ્રદ સ્થિતિ જોવા મળતા આ એકમને ફુડ વિભાગે સીલ
કર્યુ છે.બાપુનગરમા આવેલા ચંદ્ર ખમણના એકમની શુક્રવારે કરવામા આવેલી તપાસમાં
તેલમાં ટોટલ પોલાર કમ્પાઉન્ડ નિયત માત્રા કરતા વધુ મળી આવતા તથા બિન આરોગ્યપ્રદ સ્થિતિ
જોવા મળતા આ એકમને ફુડ વિભાગ દ્વારા સીલ
કરવામા આવ્યુ છે.