નવરાત્રિ શરુ થઈ ગઈ છતાં અમદાવાદ ફાયર વિભાગે માત્ર ૫૮ એન.ઓ.સી. કલીયર કરી

પાર્ટી પ્લોટમાં ગરબા આયોજિત કરવા ત્રણ દિવસમાં નેવુ અરજી વિભાગને મળી

Updated: Oct 3rd, 2024


Google NewsGoogle News

    નવરાત્રિ શરુ થઈ ગઈ છતાં અમદાવાદ ફાયર વિભાગે માત્ર ૫૮ એન.ઓ.સી. કલીયર કરી 1 - image 

  અમદાવાદ,ગુરુવાર,3 ઓકટોબર,2024

ગુરુવાર ત્રણ ઓકટોબરથી નવરાત્રિ પર્વ શરુ થઈ ગયુ છે.નવરાત્રિ શરુ થઈ ગઈ હોવાછતાં અમદાવાદ ફાયર વિભાગે માત્ર ૫૮ ફાયર એન.ઓ.સી.માટેની અરજીને મંજુરી આપી છે. પાર્ટી પ્લોટમાં ગરબા આયોજિત કરવા ત્રણ દિવસમાં ફાયર વિભાગને નેવુ અરજી મળી છે.

અમદાવાદમાં ગુરુવારથી ભકિતભાવ સાથે નવરાત્રિ પર્વનો આરંભ થતા સમગ્ર શહેરમાં માતાજીની ભકિત અને આરાધનામય વાતાવરણ જોવા મળ્યુ હતુ.બીજી તરફ શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમા આવેલા પાર્ટી પ્લોટ ખાતે ગરબા આયોજિત કરનારા આયોજકોએ ફાયર એન.ઓ.સી.લેવી ફરજિયાત બનાવવામા આવી છે.ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર જયેશ ખડીયાએ કહયુ, ત્રણ દિવસમાં વિભાગને મળેલી નેવુ પૈકી ૫૮ એન.ઓ.સી.ગુરુવાર સાંજ સુધી અપાઈ છે.રાત સુધીમાં  મંજુર કરાયેલી ફાયર એન.ઓ.સી.૬૦થી વધુના આંક ઉપર પહોંચશે.


Google NewsGoogle News