એસ્ટેટ વિભાગ દિશાવિહીન , TDO સ્ટાફની કામગીરી લકઝુરિયસ,મ્યુનિ.કમિશનર

રોડ ઉપર દબાણ હટાવો છો તો પાછા કેવી રીતે આવી જાય? અધિકારીઓને સવાલ કર્યો

Updated: Jan 25th, 2024


Google NewsGoogle News

       એસ્ટેટ વિભાગ દિશાવિહીન , TDO સ્ટાફની કામગીરી લકઝુરિયસ,મ્યુનિ.કમિશનર 1 - image

 અમદાવાદ,બુધવાર,24 જાન્યુ,2024

મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસને એસ્ટેટ વિભાગની કામગીરીને દિશાવિહીન ગણાવી છે.સાથે જ એસ્ટેટ અને ટાઉનપ્લાનિંગ વિભાગની કામગીરી લકઝુરિયસ રીતે ચાલી રહી હોવાનુ કહી ઉગ્ર નારાજગી વ્યકત કરી હતી.શહેરના રોડ ઉપરથી દબાણ હટાવો છો તો પાછા કેવી રીતે આવી જાય છે એવો સવાલ પણ એસ્ટેટના અધિકારીઓને કર્યો હતો.

મ્યુનિ.કમિશનરની અધ્યક્ષતામાં મળેલી વિવિધ વિભાગના અધિકારીઓની બેઠક મળી હતી.આ બેઠકમાં ફરી એક વખત કમિશનરે એસ્ટેટ વિભાગની નબળી કામગીરીને લઈ આક્રોશ વ્યકત કર્યો હતો. શહેરના વિવિધ રોડ ઉપરના દબાણ દુર કરવા વારંવાર અપાતી સુચનાનો અમલ થતો નથી.દબાણો કાયમી રીતે દુર થાય એ અંગે એસ્ટેટ વિભાગ તરફથી કોઈ એકશન પ્લાન બનાવીને તેના ઉપર અમલ કરાતો નથી.એસ્ટેટ વિભાગ લકઝુરિયસ હોય એ રીતે કામગીરી કરી રહયો છે એ ચલાવી લેવાય એમ નથી.શહેરમાં ધૂળથી થતા હવાના પ્રદૂષણને નિયંત્રણમાં લેવા વોલ ટુ વોલ રોડ બનાવવા સુચના અપાઈ હોવા છતાં રોડ અને ઈજનેર વિભાગે કયાં કેટલી કાર્યવાહી પુરી કરી એની વિગત અપાતી નથી.હવે પછી રોડની કામગીરી અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે પ્રોગ્રેસ રીપોર્ટ લેવો પડશે.સ્વચ્છ શહેરોની યાદીમા અમદાવાદનો પંદરમો નંબર આવવા અંગે થયેલી ચર્ચામાં મ્યુનિ.કમિશનરે કહયુ,સીટીઝન ફિડબેક સારા હતા.છતાં હવે જયાં ખામી છે એ દુર કરો.એન.જી.ઓ.ને સાથે રાખીને લોકોમાં જાગૃતિ કેળવો.જે ટ્રાફિક જંકશન ઉપર ટ્રાફિક વધુ થતો હોય ત્યાં જંકશન ડેવલપ કરવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને સાથે રાખી રિવ્યુ કરવા પણ કમિશનરે સુચના આપી હતી.


Google NewsGoogle News