સુએજફાર્મ માટે સંપાદીત કરાયેલી આઠ હજાર ચોરસ મીટર જમીનમાં કોમ્યુનિટી હોલ બનાવવા દરખાસ્ત
જમીનનો હેતુફેર કરવા અંગેઔડા અને રાજય સરકારમાં દરખાસ્ત કરાશે
અમદાવાદ,બુધવાર,29 જાન્યુ,2025
લાંભા વોર્ડમાં આવેલા ગ્યાસપુરગામમાં જે તે સમયે સુએજફાર્મ
માટે સંપાદિત કરવામાં આવેલી જગ્યા પૈકી આઠ
હજાર ચોરસમીટર જગ્યામાં કોમ્યુનિટી હોલ,પાર્ટી
પ્લોટ બનાવવા મંજૂરી માંગતી દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મુકાઈ છે. જમીનનો
હેતુફેર કરવા ઔડા અને રાજય સરકારમાં દરખાસ્ત કરાશે.રાજય સરકારની મંજૂરી મળ્યા પછી
નવા સુચિત એજી-૧ ઝોન મુજબ બાંધકામની વિકાસ પરવાનગી અંગે કાર્યવાહી હાથ ધરવામાં
આવશે.
વેજલપુરના ધારાસભ્યે લાંભા વોર્ડના ગ્યાસપુર ગામમાં
કોમ્યુનિટી હોલ,પાર્ટી
પ્લોટ બનાવવા મેયરને પત્ર લખ્યો હતો.ગ્યાસપુર ગામમાં ૩૫૦૦ લોકોની વસ્તી છે.સામાજીક
પ્રસંગ માટે કોઈ માળખાકીય સુવિધા નથી.જે સ્થળે કોમ્યુનિટી હોલ,પાર્ટી પ્લોટ
બનાવવા અંગે રજૂઆત કરવામાં આવી છે તેનો સમાવેશ નવા સર્વે નંબર-૧૦૭ પૈકીની જગ્યામાં
થાય છે.જે તે સમયે આ જગ્યા અમદાવાદના ગંદાપાણીના નિકાલ માટે ભવિષ્યની જરુરીયાતને
ધ્યાનમાં લઈબહેરામપુરા, શાહવાડી,ગ્યાસપુર, વાસણા,ફતેવાડીની જમીનો
સુએજ ડીસ્પોઝેબલ પ્રોજેકટ માટે સરકાર
પાસેથી ખરીદીની મેળવવામા આવી હતી.ભવિષ્યના આયોજન માટે ૧૭૦૦ એકર જમીનની જરુર
હતી.પરંતુ તેની સામે ખેડૂતોએ કોર્ટ લીટીગેશન કર્યા હતા.જે પછીથી ખેડૂતો સાથે
સમાધાનની નિતી નકકી કરવામાં આવી હતી.રેવન્યુ સર્વે નંબર-૧૦૭ પૈકીની જમીનનો કબજો
મેળવી મ્યુનિ.તંત્ર દ્વારા ખેડૂત મંડળ દ્વારા સુચવવામા આવેલા કબજેદારોને ૧-૩ મુજબ
જમીનનુ લીઝ ડીડ કરી આપવામાં આવ્યુ હતુ.