ઈ-ઓકશન મ્યુનિ.ને ફળ્યું , અમદાવાદના પાંચ પ્લોટના વેચાણથી ૨૯૮ કરોડની આવક
બોડકદેવ વોર્ડના કોમર્શિયલ પ્લોટ માટે સૌથી વધુ રુપિયા ૧૪૮ કરોડ મળ્યા
અમદાવાદ,ગુરુવાર,1 ફેબ્રુ,2024
અમદાવાદ મ્યુનિ.તંત્ર દ્વારા સેલ ફોર કોમર્શિયલ અને સેલ ફોર
રેસિડેન્શિયલ હેતુ માટેના ૮ પ્લોટ માટે ઈ-ઓકશન કરવામાં આવ્યુ હતુ.આ પૈકી પાંચ
પ્લોટનુ વેચાણ થતાં મ્યુનિ.તંત્રને રુપિયા ૨૯૮.૮૦ કરોડથી વધુની આવક થઈ હતી.સૌથી
વધુ રુપિયા ૧૪૮ કરોડ બોડકદેવ વોર્ડના કોમર્શિયલ
પ્લોટ માટે મળ્યા હતા.
ટી.પી.સ્કીમ નંબર-૫૦નો
ફાયનલ પ્લોટ નંબર-૩૮૭ કે જે સેલ ફોર કોમર્શિયલના હેતુ માટેનો હતો.આ પ્લોટના
વેચાણથી મ્યુનિ.ને રુપિયા ૧૪૮.૩ કરોડની આવક થઈ છે.દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં
ટી.પી.સ્કીમ નંબર-૮૫ના રહેણાંક હેતુ માટેના ફાયનલ પ્લોટના વેચાણથી રુપિયા ૩૧.૧૫ કરોડની આવક થઈ છે.દક્ષિણઝોનના વટવા
વોર્ડના સેલ ફોર કોમર્શિયલના પ્લોટના વેચાણથી રુપિયા ૯.૯૬ કરોડની આવક થઈ
છે.દક્ષિણ-પશ્ચિમઝોનના મકરબાના સેલ ફોર કોમર્શિયલ હેતુ માટેના પ્લોટના વેચાણથી
રુપિયા ૧૦૦.૫૨ કરોડની આવક થઈ છે.ઉત્તરઝોનના સૈજપુર વોર્ડમાં આવેલા સેલ ફોર
કોમર્શિયલના વેચાણથી રુપિયા ૯.૧૩ કરોડ આવક થઈ છે.