છ પૈકી ત્રણ પ્લોટનું ઈ-ઓકશન કરાયુ, બોપલના ત્રણ પ્લોટની હરાજી પ્રક્રીયા પુરી,ઔડાને ૧૭૫ કરોડ આવક થશે

બોપલના ગાલા જીમખાના રોડ ઉપર આવેલા પ્લોટની પ્રતિ ચોરસ મીટર રુપિયા ૧.૬ લાખથી વધુ કિંમતની ઓફર તંત્રને કરાઈ

Updated: Jan 25th, 2024


Google NewsGoogle News
છ પૈકી ત્રણ પ્લોટનું ઈ-ઓકશન કરાયુ, બોપલના ત્રણ પ્લોટની હરાજી પ્રક્રીયા પુરી,ઔડાને ૧૭૫ કરોડ આવક થશે 1 - image


અમદાવાદ,બુધવાર,24 જાન્યુ,2024

ઔડા દ્વારા અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા રહેણાંક અને કોમર્શિયલ હેતુ માટેના કુલ છ પ્લોટનું ઈ-ઓકશન હાથ ધરવામાં આવ્યુ હતુ.આ પૈકી રહેણાંક હેતુ માટેના બે તથા કોમર્શિયલ હેતુ માટેના એક પ્લોટનુ ઈ-ઓકશન થઈ શકયુ હતુ.ત્રણ પ્લોટની હરાજીથી ઔડાને અંદાજે રુપિયા ૧૭૫ કરોડની આવક થવાનો અંદાજ છે.બોપલમાં ગાલા જીમખાના રોડ ઉપર આવેલા સેલ ફોર કોમર્શિયલ હેતુ માટેના પ્લોટની  પ્રતિ ચોરસમીટર સૌથી વધુ રુપિયા ૧.૬ લાખ સુધીની કિંમતની ઓફર  ઔડાને મળી છે.

ઔડાના કારોબારી અધિકારી ડી.પી.દેસાઈએ બુધવારે હાથ ધરવામા આવેલા બોપલના પ્લોટના ઈ-ઓકશન અંગે કહયુ, અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા બોપલના કુલ છ પ્લોટનું ઈ-ઓકશન હાથ ધરવા નિર્ણય લેવામાં આવ્યો હતો.પરંતુ આ પૈકી માત્ર ચાર પ્લોટનું જ રજિસ્ટ્રેશન થઈ શકયુ હતુ.આ પૈકી ત્રણ પ્લોટનું ઈ-ઓકશન દરમિયાન ઓફર પ્રાપ્ત થયેલી છે.બોપલના રેસિડેન્શિયલ હેતુ માટેની ટી.પી.-૩ના ફાયનલ પ્લોટ -૨૬૯ અને ૨૭૨તથા કોમર્શિયલ હેતુ માટેના ફાયનલ પ્લોટ-૨૭૫નું ઈ-ઓકશન કરવામાં આવ્યુ હતુ.બાકી રહેલા ત્રણ પ્લોટના ઈ-ઓકશન માટે આગામી સમયમાં ઔડા તરફથી નવેસરથી પ્રયાસ કરવામાં આવશે.

કયા પ્લોટ માટે કેટલી ઓફર કરવામાં આવી

ટી.પી.  એફ.પી.       હેતુ     એરીયા(ચો.મી.)   મળેલ કિંમત(પ્રતિ.ચો.મી.)

૩      ૨૬૯      રહેણાંક     ૮૧૯૮         ૮૯,૭૦૦

૩      ૨૭૨     રહેણાંક       ૫૦૮૩         ૮૫,૧૦૦

૩      ૨૭૫   કોમર્શિયલ      ૫૩૩૦         ૧,૦૬,૪૦૦


Google NewsGoogle News