મ્યુનિ.દ્વારા ઈ-ઓકશન કરાતા બોડકદેવનો કોમર્શિયલ હેતુનો પ્લોટ વાઘબકરીવાળાએ ૧૪૮ કરોડમાં લીધો
આજે વધુ ત્રણ પ્લોટનુ ઈ-ઓકશન હાથ ધરવા તંત્ર કાર્યવાહી હાથ ધરશે
અમદાવાદ,સોમવાર,29 જાન્યુ,2024
અમદાવાદ મ્યુનિ.તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ ઈ-ઓકશનમાં
બોડકદેવમાં કોમર્શિયલ હેતુ માટેનો ૪૬૨૬ ચોરસ મીટરનો પ્લોટ વાઘબકરીવાળાએ રુપિયા ૧૪૮
કરોડમાં ખરીદી લીધો છે. પ્રતિ ચોરસમીટર ૨.૮૯ લાખ તળીયાની કિંમત રાખવામાં આવી
હતી.જેની સામે ઈ-ઓકશનમાં પ્રતિ ચોરસમીટર રુપિયા ૩.૨૦ લાખ તળીયાની કિંમત આવી
હતી. આજે વધુ ત્રણ પ્લોટનું મ્યુનિ.તંત્ર
દ્વારા હાથ ધરવામાં આવશે.
મ્યુનિ.તંત્ર તરફથી શહેરના રહેણાંક તથા કોમર્શિયલ હેતુ
માટેના કુલ આઠ પ્લોટ ઈ-ઓકશનથી વેચવા નિર્ણય કરાયો હતો.ટી.પી.કમિટિના ચેરમેન
પ્રિતિશ મહેતાએ કહયુ,સોમવારે
કુલ આઠ પૈકી ત્રણ પ્લોટનુ ઈ-ઓકશન કરાયુ હતુ.જે પૈકી બોડકદેવ વોર્ડમાં આવેલ
ટી.પી.સ્કીમ નંબર-૫૦ના ફાયનલ પ્લોટ નંબર-૩૮૭ કે જે કોમર્શિયલ હેતુ માટેનો હતો આ
પ્લોટ માટે ગુજરાત ટી પ્રોસેસર એન્ડ
મેકર્સ લિમિટેડ દ્વારા મહત્તમ બોલી લગાવાઈ હતી.આ ઈ-ઓકશનથી મ્યુનિ.તંત્રને અંદાજે
રુપિયા ૧૪૮ કરોડની આવક થવાની સંભાવના છે.
આજે સરખેજ-મકરબા,
થલતેજના પ્લોટનું ઓકશન કરાશે
મ્યુનિ.તંત્ર દ્વારા આજે સરખેજ-મકરબામાં આવેલા રહેણાંક હેતુ
માટેના ૩૭૯૯ ચોરસમીટરના, થલતેજ
વોર્ડમાં આવેલા રહેણાંક હેતુ માટેના ૪૦૬૨ ચોરસમીટરના પ્લોટનું તથા વટવા વોર્ડમાં
આવેલા ૨૬૨૩ ચોરસમીટરના કોમર્શિયલ પ્લોટનુ ઈ-ઓકશન કરવામાં આવશે.