કાંકરિયા કાર્નિવલ દરમિયાન ફરજ ઉપરના મ્યુનિસિપલ સ્ટાફને ૧૦૦ રુપિયા ની ફુડ કૂપન અપાશે
કાર્નિવલમાં આવેલા બાળકોને પ્રોત્સાહીત કરવા બિસ્કીટ-ટ્રુટીફ્રુટી,પાણીની બોટલ આપવા આયોજન
અમદાવાદ,મંગળવાર,19 ડિસેમ્બર,2023
૨૫થી ૩૧ ડિસેમ્બર દરમિયાન કાંકરિયા કાર્નિવલનુ આયોજન
કરવામાં આવ્યુ છે.કાર્નિવલમાં ફરજ ઉપરના મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટાફને ૧૦૦
રુપિયા સુધીની ફુડ કૂપન આપવામાં આવશે.વિવિધ સ્ટેજ ઉપરથી પરફોર્મન્સ કરનારા કલાકારો
અનેબાળકો માટે નાસ્તા-ફૂડપેકેટની વ્યવસ્થા કરાશે. ઉપરાંત ટ્રેઈનમાં બેસનારા
બાળકોને બિસ્કીટ,ટ્રુટીફ્રુટી
અને પાણીની બોટલ આપવા તંત્ર તરફથી આયોજન કરાયુ છે.
કાંકરિયા કાર્નિવલમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના મોટાભાગના
તમામ વિભાગના ઉપરી અધિકારી અને અન્ય મહત્વના કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે.આ
તમામ માટે ફૂડ કૂપનની વ્યવસ્થા તંત્ર તરફથી કરવામા આવી છે.કાર્નિવલના આયોજનના
આસપાસના સ્થળે એ દિવસમાં શરુ કરવામાં આવેલા ફુડ સ્ટોલ ઉપર જ આ ફૂડકૂપન ચાલી
શકશે.બપોર અને રાત્રિના સમયે અલ્પાહાર માટે જ આ કૂપન અપાશે.એમ સત્તાવારસૂત્રોમાંથી
જાણવા મળ્યુ છે.
કોરાનાના સંભવિત વિઘ્નને લઈ મ્યુનિ.વર્તુળોમાં ચર્ચા
કોરોનાના નવા વેરિયન્ટ જેએન.વનને પગલે મ્યુનિ.હેલ્થ વિભાગને
એલર્ટ મોડ ઉપર મુકવામાં આવ્યુ છે.બીજી તરફ ૨૫થી ૩૧ ડિસેમ્બર દરમિયાન કાંકરિયા ખાતે
યોજાનારા કાર્નિવલમાં કોઈ પ્રકારનુ વિઘ્ન તો નહીં આવે એ પ્રકારની ચર્ચા
મ્યુનિ.વર્તુળોમાં સાંભળવા મળી રહી છે.કાર્નિવલમાં એક લાખથી વધુ લોકો મુલાકાત લે
એવી સંભાવનાને પગલે ડ્રોનથી સર્વેલન્સ કરવા નિર્ણય લેવાયો છે.લેસરશો સહિત અંતિમ
દિવસે આતશબાજીના કાર્યક્રમમા લોકો મોટી સંખ્યામા ઉમટી પડતા હોય છે.