દિવાળી પર્વના સમયમાં અમદાવાદમાં વિવિધ કારણથી આગ લાગવાના ૩૦૭ જેટલા બનાવ બન્યાં

પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૧૩૭, પૂર્વ ઝોનમાં સૌથી ઓછા ૩૪ બનાવ

Updated: Nov 18th, 2023


Google NewsGoogle News

     દિવાળી પર્વના સમયમાં અમદાવાદમાં વિવિધ કારણથી આગ લાગવાના ૩૦૭ જેટલા બનાવ બન્યાં 1 - image

  અમદાવાદ,શુક્રવાર,17 નવેમ્બર,2023

અમદાવાદમાં દિવાળી પર્વના સમયમાં વિવિધ કારણથી આગ લાગવાના ૩૦૭ જેટલા બનાવ બનવા પામ્યા હતા.પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૧૩૭ જયારે પૂર્વઝોનમાં સૌથી ઓછા ૩૪ બનાવ બન્યા હતા.સદનસીબે કોઈ ઈજા કે જાનહાની થવા પામી નહોતી.

અમદાવાદમાં દિવાળી પર્વ સમયે અંગારકોલ એટેન્ડ કરવા માટે ફાયર વિભાગના ૩૦થી  વધુ અધિકારીઓ તથા ૩૫૦થી વધુ ફાયરના જવાનો અને ૧૦૦થી વધુ વાહનની મદદથી વિવિધ વિસ્તારમાંથી મળેલા અંગારકોલ વિભાગ દ્વારા એટેન્ડ કરવામાં આવ્યા હોવાનું ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર જયેશ ખડીયાનુ કહેવુ હતુ.પશ્ચિમ તથા પૂર્વ ઝોન ઉપરાંત મધ્યઝોનમાંથી આ સમય દરમિયાન ૫૦, ઉત્તરઝોનમાંથી ૪૧ તથા દક્ષિણઝોનમાંથી ૪૫ અંગારકોલ મળ્યા હતા.૧૨ નવેમ્બરને દિવાળીના દિવસે સૌથી વધુ ૧૩૬  અંગાર કોલ ફાયર વિભાગ તરફથી એટેન્ડ કરવામાં આવ્યા હતા.

આગ લાગવાના કયાં-કેટલા બનાવ

સ્થળ   કોલ

મકાન  ૪૨

દુકાન  ૩૪

વૃક્ષ    ૧૮

કેમ્પસ  ૦૧

હોર્ડીંગ  ૦૧

મેદાન  ૦૩

કમ્પાઉન્ડ ૦૩

ફેકટરી ૧૧

ડ્રેનેજ   ૦૧

મીટર   ૧૦

ગોડાઉન૦૪

વાહન  ૦૨

બેન્ક    ૦૨     


Google NewsGoogle News