Get The App

અમદાવાદ-સુરત ઍરપૉર્ટ પરથી 2024માં 66 કરોડનું સોનું ઝડપાયું, એક કેસમાં તો સીધું 48 કિલો સોનું પકડાયું

Updated: Jan 1st, 2025


Google NewsGoogle News
અમદાવાદ-સુરત ઍરપૉર્ટ પરથી 2024માં 66 કરોડનું સોનું ઝડપાયું, એક કેસમાં તો સીધું 48 કિલો સોનું પકડાયું 1 - image


2024 DRI Officers Seized 93 KG Gold in Gujarat: 2024ના અંત પહેલાં DRI(Directorate of Revenue Intelligence)ના અધિકારીઓએ ગુજરાતના અમદાવાદ-સુરત ઍરપૉર્ટ પરથી કુલ 66 કરોડ રૂપિયાનું 93 કિલોગ્રામ ગોલ્ડ જપ્ત કર્યું હતું. વર્ષ દરમિયાન અમદાવાદ DRIના અધિકારીઓએ દાણચોરીનું સોનું ઝડપવા માટે કેટલાંક દિલધડક ઑપરેશન પણ કર્યાં હતા. આ પૈકીના એક કેસમાં તો એક સાથે 48 કિલો સોનું ઝડપ્યું હતું. 

10 કરોડથી વધુની કિંમતનું સોનું જપ્ત

અમદાવાદના ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ ઉપર અબુધાબીથી 24 મેના રોજ બે પેસેન્જર ગોલ્ડ પેસ્ટ લઈને આવ્યા હતા. તેઓએ આ ગોલ્ડ અંડર ગારમેન્ટમાં છુપાવી દીધું હતું. DRIના અધિકારીઓને જાણ થતાં તેઓએ તાત્કાલિક તેમનો પીછો કર્યો હતો. બંને ઍરપૉર્ટ સર્કલ નજીક એક હોટલમાં ગયા હતા. આ હોટલમાં અગાઉથી જ ચેન્નાઈની ગેંગના કેરિયરો ફ્લાઇટ અને વંદે માતરમ એક્સપ્રેસના માધ્યમથી સવારે જ અમદાવાદ પહોંચી ગયા હતા. DRIના અધિકારીઓ પહોંચ્યા ત્યારે માલની ડિલીવરી અપાતી હતી તેથી DRIની ટીમે ગોલ્ડ લઈને આવનાર અને લેનાર મળીને કુલ 10 લોકોની ધરપકડ કરીને 10.32 કિલોગ્રામ ગોલ્ડ જપ્ત કર્યું હતું. આ ગોલ્ડની કિંમત 10 કરોડ 32 લાખ થતી હતી.   

આ પણ વાંચોઃ પતંગ રસિયાઓ માટે નિરાશાજનક સમાચાર, ઉત્તરાયણ વખતે હળવા વરસાદની શક્યતા

ગોલ્ડ સાથે મોંઘી ઘડિયાળ અને સિગારેટ પણ કરી જપ્ત

એપ્રિલ મહિનામાં સુરતમાં એક જ્વેલર્સને ત્યાં દરોડા પાડીને 10 કરોડનું 18 કિલો ગોલ્ડ જપ્ત કર્યું હતું. આ સોનું શારજાહથી આવેલા બે પેસેન્જરે ડિલીવર કર્યું હતું. આ બંને પેસેન્જરો દુબઈથી ગોલ્ડ લઈને શારજાહ અને ત્યાંથી સુરત ઍરપૉર્ટ આવ્યા હતા. આ ઉપરાંત જુલાઈ મહિનામાં શારજાહથી સુરત આવેલા 48 કિલો ગોલ્ડ સાથે ત્રણ લોકોને ઝડપી લીધા હતાં, જેની કિંમત 25 કરોડ હતી. 

આ પણ વાંચોઃ લ્યો બોલો..! હવે સુરત પાલિકાના યુનિયનો અધિકારીઓના ખાતાની ફાળવણી માટે ભલામણ-વિરોધ કરવા લાગ્યા

DRI એ નવેમ્બર મહિનામાં એક મહિલા પાસેથી ગોલ્ડ અને 1400 સિગારેટ મળી આવી હતી. ડિસેમ્બર મહિનામાં દુબઈથી આવેલી એક મહિલા પાસેથી કિંમતી ઘડિયાળો મળી હતી, સુરત ઍરપૉર્ટ ઉપર પણ એક મહિલા પાસેથી બે કરોડનું ગોલ્ડ પકડાયું હતું. DRIની ટીમે 25 ડિસેમ્બરના રોજ બેંગકોકથી આવેલા પેસેન્જરના સામાનમાંથી 2.35 કરોડનું ત્રણ કિલોગ્રામ ગોલ્ડ જપ્ત કર્યું હતું. આ ગોલ્ડ એર કોમ્પ્રેસરની અંદર લગાવવામાં આવેલા પિસ્ટનમાં કન્સિલ કરીને છુપાવવામાં આવ્યું હતું.


Google NewsGoogle News