નવરાત્રિમાં બહાર જવાનો પ્લાન હોય તો માંડી વાળજો, આ ટ્રેનો રદ કરાઈ, 69 ટ્રેન ડાયવર્ટ, જુઓ યાદી

Updated: Oct 3rd, 2024


Google NewsGoogle News

નવરાત્રિમાં બહાર જવાનો પ્લાન હોય તો માંડી વાળજો, આ ટ્રેનો રદ કરાઈ, 69 ટ્રેન ડાયવર્ટ, જુઓ યાદી 1 - image
IMAGE: Freepik

Railway News: જો તમે નવરાત્રિ દરમિયાન રેલેવેમાં મુસાફરી કરવાના હોય તો આ સમાચાર તમારા માટે છે. અમદાવાદ મંડળના ભાંડુ મોટી દાઉ-ઊંઝા-કામલી સ્ટેશનોની વચ્ચે ડબલિંગના કામને લઈને ઘણી ટ્રેનોને અસર થઈ છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના મહેસાણા-પાલનપુર સેક્શન પર કામ ચાલુ છે, જેને લઈને ભાંડુ મોટી દાઉ-ઊંઝા-કામલી સ્ટેશનો વચ્ચે ડબલ લાઇન સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કામના કારણે આ અસર જોવા મળશે. 

નોન-ઇન્ટરલોકિંગ કામના કારણે પશ્ચિમ રેલવેની કેટલીક ટ્રેનો સંપૂર્ણ રદ કરવામાં આવી છે અને એક ટ્રેન આંશિક રદ કરવામાં આવી છે. આ સિવાય 69 ટ્રેનને ડાયવર્ટ કરવામાં આવી છે. આજથી 6 તારીખ સુધી આ ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી છે. 


આ પણ વાંચોઃ આજે પ્રથમ નોરતે અંબાજી મંદિરમાં ગંધાષ્ટકમ અત્તરનું પૂજન કરાશે, આ મંદિરોમાં ખાસ અત્તર અર્પણ કરાશે

રદ કરાયેલી ટ્રેનની વિગત

તારીખ     
રદ કરાયેલી ટ્રેન
2 ઑક્ટોબરથી 6 ઑક્ટોબર 2024
મહેસાણાથી ઉપડતી ટ્રેન નંબર 09437 મહેસાણા-આબુ રોડ ડેમુ રદ રહેશે.
3 ઑક્ટોબરથી 7 ઑક્ટોબર 2024
આબુ રોડથી ઉપડતી ટ્રેન નંબર 09438 આબુ રોડ-મહેસાણા ડેમુ રદ રહેશે.


આંશિક રીતે રદ કરાયેલી ટ્રેન

તારીખ   
આંશિક રીતે રદ કરાયેલી ટ્રેન
4 ઑક્ટોબરથી 6 ઑક્ટોબર 2024
સાબરમતીથી ચાલતી ટ્રેન નંબર 14822 સાબરમતી-જોધુપર એક્સપ્રેસ આબુ રોડ


આ પણ વાંચોઃ નવરાત્રિમાં વાહન અકસ્માતમાં 23 ટકાનો વધારો થવાની સંભાવના, 200 તબીબો સહિતનો સ્ટાફ રાત્રે ખડેપગ રહેશે

ડાયવર્ટ કરેલી ટ્રેન

નીચે જણાવેલી ટ્રેન મહેસાણા-ઊંઝા-પાલનપુરને બદલે મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ રૂટ પર દોડશે.

તારીખ  (2024)
 ટ્રેન   
3 ઑક્ટોબર
સાબરમતીથી ઉપડનારી ટ્રેન નંબર 12462 સાબરમતી-જોધપુર વંદે ભારત એક્સપ્રેસ
3 ઑક્ટોબર
સાબરમતીથી ઉપડનારી ટ્રેન નંબર 12548 સાબરમતી-આગ્રા કેન્ટ એક્સપ્રેસ
3 ઑક્ટોબર
રાજકોટથી ઉપડનારી ટ્રેન નંબર 20913 રાજકોટ-દિલ્હી સરાય રોહિલા એક્સપ્રેસ
3 ઑક્ટોબર
સાબરમતીથી ઉપડનારી ટ્રેન નંબર 12957 સાબરમતી-નવી દિલ્હી સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસ
3 ઑક્ટોબર
સાબરમતીથી ઉપડનારી 12915 સાબરમતી-દિલ્હી આશ્રમ એક્સપ્રેસ ડાયવર્ટ કરેલા રૂટ પર દોડવાને કારણે ઊંઝા સ્ટેશને જશે નહીં
3 ઑક્ટોબર
બાંદ્રા ટર્મિનસથી ઉપડનારી ટ્રેન નંબર 22451 બાંદ્રા ટર્મિનસ-ચંદીગઢ એક્સપ્રેસ
3 ઑક્ટોબર
બાંદ્રા ટર્મિનસથી ઉપડનારી ટ્રેન નંબર 12480 બાંદ્રા ટર્મિનસ-જોધપુર સૂર્યનગરી એક્સપ્રેસ
3 ઑક્ટોબર
સાબરમતીથી ઉપડનારી ટ્રેન નંબર 19407 સાબરમતી-વારાણસી એક્સપ્રેસ
3 ઑક્ટોબર
દાદરથી ઉપડનારી ટ્રેન નંબર 14708 દાદર-લાલગઢ રાણકપુર એક્સપ્રેસ


4 ઑક્ટોબર 2024ના રોજ પરિવર્તીત માર્ગ પર ચાલનારી ટ્રેનો:-

  • 3 ઑક્ટોબર 2024ના રોજ દાદરથી દોડતી ટ્રેન નંબર 12989 દાદર-અજમેર સુપરફાસ્ટ એક્સપ્રેસ ડાયવર્ટ કરેલા રૂટ પર દોડવાને કારણે ઊંઝા સ્ટેશને જશે નહીં
  • 2 ઑક્ટોબર 2024ના રોજ સિકંદરાબાદથી ઉપડનારી ટ્રેન નંબર 22737 સિકંદરાબાદ-હિસાર એક્સપ્રેસ
  • 3 ઑક્ટોબર 2024ના રોજ નાંદેડથી ઉપડનારી ટ્રેન નંબર 22723 હુઝુર નાંદેડ સાહેબ-શ્રી ગંગાનગર એક્સપ્રેસ.
  • 3 ઑક્ટોબર 2024ના રોજ પોરબંદરથી ઉપડનારી ટ્રેન નંબર 19269 પોરબંદર - મુઝફ્ફરપુર એક્સપ્રેસ.
  • 3 ઑક્ટોબર 2024ના રોજ બાંદ્રા ટર્મિનસથી ઉપડનારી ટ્રેન નંબર 14702 બાંદ્રા ટર્મિનસ-શ્રી ગંગાનગર અરવલી એક્સપ્રેસને ઊંઝા, સિદ્ધપુર અને છાપી સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવશે નહીં કારણ્કે તે ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. 
  • 02 ઑક્ટોબર 2024ના રોજ, કેએસઆર બેંગલુરુથી ઉપડનારી ટ્રેન નંબર 16508 કેએસઆર બેંગલુરુ-જોધપુર એક્સપ્રેસ તેના ડાયવર્ટ કરેલા રૂટને કારણે સિદ્ધપુર સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવશે નહીં.
  • 04 ઑક્ટોબર 2024ના રોજ સાબરમતીથી ઉપડનારી ટ્રેન નંબર 19411 સાબરમતી-દૌલતપુર ચોક એક્સપ્રેસ તેના ડાયવર્ટ કરેલા રૂટને કારણે ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવશે નહીં.
  • 04 ઑક્ટોબર 2024ના રોજ ગાંધીનગરથી ઉપડનારી ટ્રેન નંબર 19223 ગાંધીનગર કેપિટલ-જમ્મુ તાવી એક્સપ્રેસને તેના ડાયવર્ટ કરેલા રૂટને કારણે ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશનો પર સ્ટોપેજ આપવામાં આવશે નહીં.
  • 04 ઑક્ટોબર 2024ના રોજ અમદાવાદથી ઉપડનારી ટ્રેન નંબર 19031 અમદાવાદ – યોગ નગરી ઋષિકેશ યોગ એક્સપ્રેસને બદલાયેલા રૂટ પર દોડવાને કારણે ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશન પર સ્ટોપેજઆપવામાં આવશે નહીં.
  • 04 ઑક્ટોબર 2024ના રોજ ઓખાથી દોડતી ટ્રેન નંબર 19565 ઓખા-દહેરાદૂનના બદલાયેલા રૂટને કારણે, ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવશે નહીં.
  • 04 ઑક્ટોબર 2024ના રોજ સાબરમતીથી ઉપડનારી 12915 સાબરમતી-દિલ્હી આશ્રમ એક્સપ્રેસ ડાયવર્ટ કરેલા રૂટ પર દોડવાને કારણે ઊંઝા સ્ટેશને જશે નહીં.
  • 04 ઑક્ટોબર 2024ના રોજ બાંદ્રા ટર્મિનસથી ઉપડનારી ટ્રેન નંબર 22931 બાંદ્રા ટર્મિનસ-જેસલમેર સુપરફાસ્ટ એક્સપ્રેસને તેના ડાયવર્ટ કરેલા રૂટને કારણે ઊંઝા સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવશે નહીં. 


Google NewsGoogle News