કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે કામગીરીને કારણે આજે અમદાવાદના પાંચ ઝોનમાં માત્ર એક કલાક જ પાણી મળી શકશે

મધ્ય ઉપરાંત ઉત્તર,દક્ષિણ તેમજ પૂર્વ અને પશ્ચિમ ઝોન વિસ્તારને અસર થશે

Updated: Oct 3rd, 2024


Google NewsGoogle News

     કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે કામગીરીને કારણે આજે અમદાવાદના પાંચ ઝોનમાં માત્ર એક કલાક જ  પાણી મળી શકશે 1 - image

  અમદાવાદ,ગુરુવાર,3 ઓકટોબર,2024

અમદાવાદના પાંચ ઝોનમાં કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતેથી પાણી પુરુ પડાઈ રહયુ છે.આ વોટર પ્લાન્ટમાં વીજ પુરવઠાને લગતી કામગીરી ગુરુવારે કરાઈ હતી.જેના કારણે આજે શુક્રવારે મધ્ય ઉપરાંત ઉત્તર,દક્ષિણ તેમજ પૂર્વ અને પશ્ચિમઝોનમા આવેલા તમામ વોર્ડ વિસ્તારોમાં સવારના સમયે ઉપલબ્ધ જથ્થાના આધારે  માત્ર એક કલાક જ પાણી મળી શકશે.

મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે વીજ પુરવઠો પુરી પાડતી કંપની દ્વારા ગુરુવારેપ્રિવેન્ટીવ મેઈન્ટેનન્સની કામગીરી કરવામાં આવી હતી.કામગીરી દરમિયાન અંદાજે દસ કલાક વીજ પુરવઠો બંધ રાખવામા આવ્યો હતો. આ કારણથી આજે શુક્રવારે સવારે શહેરના કોટ વિસ્તાર સહિત સમગ્ર મધ્યઝોન ઉપરાંત ઉત્તર,દક્ષિણ અને પૂર્વ ઝોનના તમામ વોર્ડ વિસ્તારોની સાથે નદીપાર આવેલા પાલડી,વાસણા,ઉસ્માનપુરા સહિતના પશ્ચિમ ઝોનના તમામ વોર્ડ વિસ્તારોમાં  બે કલાકના બદલે માત્ર એક કલાક અને તે પણ પાણીના ઉપલબ્ધ જથ્થાના આધારે આપવામા આવશે તેમ સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.


Google NewsGoogle News