Get The App

મેઘરાજાનો બદલાયેલો મિજાજ સારા સંકેત નથી, ગુજરાતમાં અતિવૃષ્ટિનું આગમન

Updated: Sep 2nd, 2024


Google NewsGoogle News
Flood


Climate Change In Gujarat: છેલ્લાં ઘણાં સમયથી ગુજરાતમાં મેઘરાજાનો જાણે મિજાજ બદલાયો છે. પરિણામે એવી સ્થિતીનું નિર્માણ થયુ છે કે, ક્યાંક વરસાદની ઘટ પડે છે તો ક્યાંક ચોમેર પાણી પાણી થઇ જાય છે. ધીમી ધારને પગલે અનરાધાર વરસાદ પડવા માંડ્યો છે.   ગુજરાતમાં ક્લાયમેન્ટ ચેન્જને કારણે વરસાદની પેટર્ન જ બદલાઇ ગઇ છે. નિષ્ણાતોનુ માનવું છે કે, વરસાદની વધતી જતી તિવ્રતા ગુજરાત માટે સારા સંકેત નથી. પાણીની અછતના દિવસો ગયાં પણ ગુજરાતમાં અતિવૃષ્ટિનું હળવેકથી આગમન થયુ છે જે ચિંતાનો વિષય છે. 

દરિયો જમીન તરફ આગળ વધી રહ્યો છે

છેલ્લાં ઘણાં સમયથી ભારતના વિવિધ ભાગોમાં તાપમાનમાં બદલાવ થઇ રહ્યો છે. આ ઉપરાંત પવનની ગતિ-પેટર્નમાં ફેરફાર જોવા મળી રહ્યો છે, દરિયો જમીન તરફ આગળ વધી રહ્યો છે. આ બધાય પરિબળોને કારણે ગુજરાતમાં વરસાદનું ચિત્ર બદલાયુ છે. જ્યાં ઓછો વરસાદને ખેંચ વર્તાઇ રહી હતી તે સ્થળોએ ભારે વરસાદ ખાબકી રહ્યો છે, જ્યારે જ્યાં પુરતો વરસાદ પડતો હતો ત્યાં વરસાદની અછત વર્તાઇ રહી છે. 

આ પણ વાંચો: ગુજરાતમાં ફરી વરસાદી વાદળો છવાયા, વહેલી સવારે અમદાવાદ સહિત 36 તાલુકામાં મેહુલિયો વરસ્યો


છેલ્લાં 15 વર્ષમાં કચ્છ-સૌરાષ્ટ્રમાં વરસાદની તાસીર બદલાઈ

આ ઉપરાંત વરસાદની પેર્ટન પણ એવી બદલાઇ છે કે, જ્યાં પડે છે ત્યાં પાંચ-છ એકસાથે પડે છે ત્યારે અન્ય ઠેકાણે વરસાદનું ટીપુય પડતું નથી જેમ કે, છેલ્લાં 15 વર્ષમાં કચ્છ-સૌરાષ્ટ્રમાં વરસાદનુ પ્રમાણ વધ્યુ છે. વરસાદની પેટર્ન બદલાતાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની ઘટનામાં વધારો થયો છે. હવામાનમાં આ બદલાવને લીધે ગુજરાતમાં પાણીની સમસ્યાએ તો વિદાય લીધી છે પણ હળવેકથી અતિવૃષ્ટિનું આગમન થયુ છે. મેઘરાજાનો બદલાયેલો મિજાજ ગુજરાત માટે સારા સંકેત નથી. હવામાનના જાણકારો કહે છે કે, ચોમાસામાં ગુજરાતમાં ભારે વરસાદની પૂર આવવાના અણસાર છે. ખેડૂતો માટે માઠા સમાચાર એછે કે, પૂરની ઘટનાઓમાં વધારો થશે.

મેઘરાજાનો બદલાયેલો મિજાજ સારા સંકેત નથી, ગુજરાતમાં અતિવૃષ્ટિનું આગમન 2 - image


Google NewsGoogle News