Get The App

ગુજરાત ડ્રગ્સ લેન્ડિંગ હબ બન્યું: પાંચ વર્ષમાં 70 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાયું, 100થી વધુ વિદેશીઓની ધરપકડ

Updated: Dec 17th, 2024


Google NewsGoogle News
ગુજરાત ડ્રગ્સ લેન્ડિંગ હબ બન્યું: પાંચ વર્ષમાં 70 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાયું, 100થી વધુ વિદેશીઓની ધરપકડ 1 - image
File Photo

Drugs Found In Gujarat: છેલ્લા 5 વર્ષમાં ગુજરાતના દરિયાકિનારે અને બંદરો પરથી અંદાજે 70,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. આ ડ્રગ્સ સાથે 100થી વધારે પાકિસ્તાની અને ઈરાની નાગરિકોની ધરપકડ કરાઈ છે. આ વર્ષના જાન્યુઆરીથી નવેમ્બર સુધી માત્ર કચ્છ પોલીસે જ 113.56 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરીને 61 ડ્રગ્સ માફિયા અને ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી છે.

કચ્છમાંથી પોલીસે 113.56 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું

જાન્યુઆરીથી નવેમ્બર 2024 દરમિયાન પૂર્વ અને પશ્ચિમ કચ્છમાંથી પોલીસે 113.56 કરોડનું ડ્રગ્સ જપ્ત કરીને 61 ડ્રગ્સ માફિયા અને ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી છે. કચ્છ પોલીસ વડા ચિરાગ કોરડિયાએ જણાવ્યું હતું કે, 'કચ્છના બોર્ડર એરીયા અને દરિયાઈ સીમા તરફ જતા અને આવતા શંકાસ્પદ માણસોની તપાસ અને સવેલન્સ પણ ચાલી રહ્યું છે તેથી છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સ માફિયા મોટા પ્રમાણમાં પકડાઈ રહ્યા છે.' 

આ પણ વાંચો: ભાવનગર-સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ડમ્પરમાં ઘૂસી ગઈ ખાનગી બસ, 6ના મોત


નાર્કોટિક્સના ટોચના સૂત્રોએ જણાવ્યું કે, 'ગુજરાતમાં 2020માં 5956 કરોડ રૂપિયા રૂપિયાનું અને 20,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ એમ બે મોટી ખેપ પકડાઈ હતી. 2021માં 21,000  કરોડ રૂપિયાનું અને 3 હજાર રૂપિયાનું એમ 2 ડ્રગ્સની બે મોટી ખેપ ઝડપાઈ હતી. 2022માં એક સાથે 2000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું હતું. ત્યાર બાદ ત્રણ અલગ અસગ રેડમાં તબક્કાવાર 500 કરોડ રૂપિયા, 700 કરોડ રૂપિયા અને 1 હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું હતું. 

વર્ષ 2023માં 5000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું હતું. જ્યારે વર્ષ 2024ની શરૂઆતમાં જ ડીઆરઆઈ અને એટીએસની ટીમ દ્વારા કલકત્તાના એક પોર્ટ પરથી ગુજરાતમાં લવાતું 200 કરોડ રૂપિયાથી વધારેનું ડ્રગ્સ જપ કર્યું હતું. ત્યાર પછી કોસ્ટગાર્ડની મદદથી એટીએસ અને એનસીબીની ટીમે 700 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. અંકલેશ્વરની ફાર્માસ્યુટિકલ કંપની માંથી 5000 કરોડનું કોકેન પણ જપ કર્યું હતું.

ડ્રગ્સ માફિયાઓ માટે ગુજરાતના પોર્ટ અને દરિયાકિનારો ડ્રગ્સની હેરાફેરીનું સેન્ટર

ગુજરાતમાં કંડલા, મુન્દ્રા, પીપાવાવ ગાંધીધામ, પોરબંદર વગેરે બંદરો ડ્રગ માફિયાઓનાં હોટ ફેવરીટ બની ગયાં છે. ઈન્ટરનેશનલ ડ્રગ્સ માફિયાઓએ ગુજરાતના પોર્ટ અને દરિયાકિનારાને ડ્રગ્સની હેરાફેરીનું સેન્ટર બનાવી દીધું છે. ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાંથી આવતા ડ્રગ્સને ગુજરાતની દરિયાઈ સીમામાંથી ઘૂસાડાય છે અને પછી દેશમાં અન્ય કોઈ ઠેકાણે આ ડ્રગ્સની ડીલીવરી કરાય છે.   

એનસીબીના ભૂતપૂર્વ ઈન્ટેલિજન્સ અધિકારી અને નાર્કોટિક્સના નિષ્ણાત મોહનીશ ભલાએ જણાવ્યું કે, 'ગુજરાતનો દરિયાકિનારો ડ્રગ્સ માફિયા માટે સોફ્‌ટ સ્પોટ હતું અને હવે ડ્રગ્સના લેન્ડિંગ માટેનું હબ બનતું ગયું છે.'

ગુજરાતમાં ડ્રગ્સ ઉતારીને અન્યત્ર પહોંચાડાય છે

ગુજરાતના બંદરો અને દરિયાઈ સીમામાં ઘૂસાડાયેલા ડ્રગ્સની દેશના અન્ય પોર્ટ ઉપર અથવા તો દરિયામાં અધવચ્ચે ડિલિવરી કરાતી હોય છે અને તેને ખાનગી જગ્યાએ છુપાવી દેવામાં આવે છે. અફઘાનિસ્તાનથી આવતું ચરસ સુગર કોકેન હાઈ ક્વોલીટીનું હોય છે અને તે ઈરાન થઈને વાયા કરાચી થઈ ગુજરાતના દરિયાકાંઠેથી પસાર કરાવીને બીજા દેશો સુધી પહોંચાડાય છે.

ગુજરાત ડ્રગ્સ લેન્ડિંગ હબ બન્યું: પાંચ વર્ષમાં 70 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાયું, 100થી વધુ વિદેશીઓની ધરપકડ 2 - image


Google NewsGoogle News