ગુજરાતમાં 10 વર્ષમાં ડ્રગ્સના દૂષણે 371નો લીધો ભોગ, 4 વર્ષમાં 9600 કરોડ રૂપિયાનું 87 ટન ડ્રગ્સ ઝડપાયું
Drugs in Gujarati: ગુજરાતના યુવાનોમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સના દૂષણમાં ચિંતાજનક રીતે વધારો જોવા મળ્યો છે. છેલ્લા ચાર વર્ષમાં રાજ્યમાંથી રૂપિયા 9600 કરોડની કિંમતનું 87 ટન ડ્રગ્સ ઝડપાયેલું છે. ડ્રગ્સના વધતા દૂષણને પગલે તેનાથી મૃત્યુ થવાના પ્રમાણમાં પણ વધારો થયો છે. છેલ્લા 10 વર્ષમાં ડ્રગ્સ-દારૂના દુરુપયોગથી 711 વ્યક્તિએ જીવન ટૂંકાવ્યું છે જ્યારે ડ્રગ્સના ઓવરડોઝથી 371 વ્યક્તિના મૃત્યુ થયા છે. આવતીકાલે 'ઇન્ટરનેશનલ ડ્રગ્સ એબ્યુઝ એન્ડ ઈલીસીન્ટ ટ્રાફિકિંગ ડે' છે ત્યારે ડ્રગ્સનું વધી રહેલું દૂષણ ચિંતાનો વિષય છે.
700થી વધુ વ્યક્તિએ ડ્રગ્સના દૂષણને કારણે જીવન ટૂંકાવ્યું જ્યારે 300થી વધુના ડ્રગ્સના ઓવરડોઝથી મૃત્યુ
નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો (એનસીઆરબી)ના અહેવાલ અનુસાર વર્ષ 2013થી 2022 દરમિયાન ડ્રગ્સના દુરુપયોગથી ગુજરાતમાં 645 પુરુષ-66 મહિલા એમ કુલ 711ના મૃત્યુ થયા છે. જેમાં વર્ષ 2022માં 91 પુરુષ અને 3 મહિલાનો સમાવેશ થાય છે. ડ્રગ્સના દુરૂપયોગથી સૌથી વધુ મૃત્યુ વર્ષ 2022માં સૌથી વધુ મૃત્યુ થયા હોય તેમાં મહારાષ્ટ્ર 3073 સાથે મોખરે છે. સમગ્ર દેશમાં 11634 વ્યક્તિએ ડ્રગ્સની આદતને કારણે જીવન ટૂંકાવ્યું છે. જેમાં 11394 પુરુષ-239 મહિલા અને એક ટ્રાન્સજેન્ડરનો સમાવેશ થાય છે. વર્ષ 2022માં ગુજરાતમાંથી ડ્રગ્સને કારણે જીવન ટૂંકાવ્યું હોય તેમાં અમદાવાદ મોખરે છે. અમદાવાદમાંથી 25, સુરતમાંથી 5 જ્યારે વડોદરામાંથી 1 વ્યક્તિએ ડ્રગ્સને કારણે આત્મહત્યા કરી હતી. મોટા શહેરમાંથી ડ્રગ્સને કારણે સૌથી વધુએ આત્મહત્યા કરી હોય તેમાં બેંગાલુરુ 205 સાથે મોખરે છે.
વર્ષ 2022માં ડ્રગ્સના ઓવરડોઝને કારણે 11 વ્યક્તિના મૃત્યુ થયા હતા. સમગ્ર દેશમાંથી 681 વ્યક્તિનું ડ્રગ્સના ઓવરડોઝથી મૃત્યુ થયું હતું. વર્ષ 2021માં ગુજરાતમાંથી 127 વ્યક્તિએ ડ્રગ્સને કારણે આત્મહત્યા કરી હતી. જેમાં 117 પુરુષ અને 10 મહિલાનો સમાવેશ થાય છે. અમદાવાદમાંથી 33 પુરુષ-બે મહિલાએ ડ્રગ્સને કારણે જીવન ટૂંકાવ્યું હતું.
બીજી તરફ વર્ષ 2020માં ગુજરાતમાંથી 77 અને અમદાવાદમાંથી 17 વ્યક્તિએ આત્મહત્યા કરી હતી. આમ, 3 વર્ષમાં અમદાવાદમાંથી ડ્રગ્સ-દારૂની લતને કારણે 72 વ્યક્તિએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદની એક ખાનગી હોસ્પિટલના ડ્રગ્સ ડિએડિક્શન સેન્ટરમાં સારવાર લઇ રહેલા મોટાભાગના દર્દીઓ 18થી 24ની વયજૂથના છે. રાજ્યસભામાં રજૂ કરવામાં આવેલા અહેવાલ અનુસાર ગુજરાતમાંથી 2.3 ટકા લોકો કોઇને કોઇ નશાનું સેવન કરે છે.
ડ્રગ્સના સેવન બદલ 3 વર્ષમાં 528ની ધરપકડ કરાઇ
ગુજરાતમાં ડ્રગ્સના સેવન બદલ 3 વર્ષમાં 528ની ધરપકડ થઇ છે. જેમાં વર્ષ 2020માં 117, વર્ષ 2021માં 200 અને વર્ષ 2022માં 211ની ધરપકડ કરાઇ હતી. એનડીપીએસ એક્ટ હેઠળ વર્ષ 2020માં 1, 2021માં 2 અને 2022માં 3એમ 18થી ઓછી વયના બાળકોની જ્યારે 2020માં 19, 2021માં 28 અને 2022માં 32 મહિલાની ધરપકડ થઇ હતી. આ ઉપરાંત ડ્રગ્સની હેરાફરી કરવા બદલ વર્ષ 2020માં 343, વર્ષ2021માં 479 અને વર્ષ 2022માં 528 એમ કુલ 1350ની ધરપકડ થયેલી છે.
- ગુજરાતમાં છેલ્લા ૧૦ વર્ષમાં ડ્રગ્સથી મૃત્યુ
વર્ષ |
પુરુષ |
મહિલા |
કુલ
|
2022 |
91
|
03
|
94
|
2021 |
117 |
10 |
127 |
2020
|
70 |
07 |
77 |
2019 |
68 |
07 |
75 |
2018
|
62 |
02 |
64 |
2017
|
27 |
03 |
30 |
2016 |
48 |
02 |
50 |
2015
|
59 |
06 |
65 |
2014
|
48 |
20 |
68 |
2013 |
55 |
06 |
61 |
કુલ |
645 |
66 |
711 |
- રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં ડ્રગ્સ
ઓવરડોઝથી મૃત્યુ
વર્ષ
|
પુરુષ |
મહિલા |
કુલ |
2022 |
11 |
00 |
11 |
2021 |
16 |
14 |
30 |
2020 |
07 |
04 |
11 |
2019 |
36 |
13 |
49 |
2018 |
24 |
08 |
32 |
2017 |
19 |
12 |
31 |
2016 |
46 |
18 |
64 |
2015 |
89 |
29 |
118 |
2014 |
18 |
07 |
25 |
2013 |
- |
- |
- |
કુલ |
266 |
105 |
371 |