PM મોદીની મુલાકાત સમયે અમદાવાદમાં આ વસ્તુઓના ઉપયોગ પર રહેશે પ્રતિબંધ
Drone Ban During PM Narendra Modi Visit Gujarat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 15થી 17 સપ્ટેમ્બર ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. જેને લઈ પોલીસે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કવાયત તેજ કરી છે. અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં શહેરના તમામ વિસ્તારોમાં 'નો ડ્રોન ફ્લાય' જાહેર કરાયું છે.
આ ઉપકરણો પર પ્રતિબંધ
- રીમોટ કન્ટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન
- ક્વાડ કોપ્ટર
- પાવર્ડ એરક્રાફ્ટ
- હોટ એર બલુન
મોટેરાથી ગાંધીનગરના વચ્ચે દોડનારી મેટ્રો ટ્રેનનું વડાપ્રધાન
મોટેરાથી ગાંધીનગરના વચ્ચે દોડનારી મેટ્રો ટ્રેન ફેઝ-2 અને ગિફ્ટ સિટી મેટ્રો સ્ટેશનનું 16 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી લોકાર્પણ કરવાના છે. આ સહિત બે દિવસના ગુજરાતમાં રોકાણ દરમિયાન તેઓ વિવિધ કાર્યક્રમોમાં પણ હાજરી આપશે. જેથી સુરક્ષા વ્યવસ્થા કડક કરાઈ છે.
આ પણ વાંચો : એરપોર્ટને પણ ફિક્કું પાડે તેવું ગિફ્ટ સિટીનું મેટ્રો સ્ટેશન, મુસાફરોને મળશે આ આધુનિક સુવિધા
આ કારણોસર પણ સુરક્ષા વ્યવસ્થા કરાઈ કડક
વડાપ્રધાન મોદીની સાથે જાહેર જનતાની સુરક્ષાને લઈને અમદાવાદ શહેર પોલીસ કમિશનરે આ નિર્ણય કર્યો છે. મહત્વનું છે કે 16 સપ્ટેમ્બરે ઈદ-એ મિલાદનું જૂલુસ છે, જ્યારે 17 સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન હોવાથી પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્તની વ્યવ્સથા કરાઈ છે. વડાપ્રધાનની ગુજરાત મુલાકાતને લઈ અમદાવાદની સાથે વડોદરા અને સુરતમાં પોલીસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાનું આયોજન કરાયું છે.