Get The App

સફાઈ કામગીરીને લઈ નારાજગી, અમદાવાદના કોઈ વિસ્તારમાં બરોબર સફાઈ થતી નથી,મ્યુનિસિપલ કમિશનર

રોડ ઉપર કચરો અને તૂટેલી ફૂટપાથ જોવા મળે છે, વિભાગો સંકલન રાખી લોકો માટે કામ કરો

Updated: Oct 16th, 2024


Google NewsGoogle News

     સફાઈ કામગીરીને લઈ નારાજગી,  અમદાવાદના કોઈ વિસ્તારમાં  બરોબર સફાઈ થતી નથી,મ્યુનિસિપલ કમિશનર 1 - image

  અમદાવાદ,બુધવાર,16 ઓકટોબર,2024

અમદાવાદમાં સોલીડ વેસ્ટ વિભાગ તરફથી કરાવવામા આવતી સફાઈ કામગીરીને લઈ મ્યુનિસિપલ કમિશનરે નારાજગી વ્યકત કરી હતી. સોલીડ વેસ્ટ વિભાગના અધિકારીઓને કહયુ, શહેરના કોઈ વિસ્તારમાં બરોબર સફાઈ થતી નથી. રોડ ઉપર કચરો અને તૂટેલી ફૂટપાથ જોવા મળે છે.ઈજનેર અને સોલીડવેસ્ટ વિભાગ સંકલન રાખી લોકો માટે કામ કરે

અમદાવાદમાં સ્વચ્છતાને લઈ મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસન અધિકારીઓ ઉપર નારાજ થયા હતા.રીવ્યુ બેઠકમાં સોલીડ વેસ્ટ વિભાગ તરફથી સ્વચ્છતા સર્વેક્ષણને લઈ પ્રેઝન્ટેશન કરવામા આવતા ઉત્તરઝોનના સરદારનગર વિસ્તારમાં પબ્લિક ટોઈલેટની સફાઈ બરોબર થયેલી નહીં હોવાથી વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર તથા ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને ઠપકો આપ્યો હતો.પૂર્વઝોનમાં આવેલા સર્વેક્ષણના પોઈન્ટ ઉપર હોવી જોઈએ એવી સફાઈ કરાઈ નહતી.આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને આડેહાથ લેતા કહયુ, અત્યારે આ પ્રકારની સ્થિતિ છે.તો આવનારા સમયમાં આવી જ સ્થિતિ હશે ને?ઈસનપુરના ગોવિંદવાડી વિસ્તારના એક પ્લોટમાં બિલ્ડિંગ વેસ્ટ જોવા મળતા તથા મિલ્લતનગરના એક પ્લોટમાં કચરો જોવા મળતા કમિશનરે કહયુ,દરેક જગ્યાએ સફાઈનો પ્રશ્ન જોવા મળે છે.એસ્ટેટ વિભાગ માટે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે જ ફરિયાદ કરી હતી.એસ્ટેટ વિભાગના પરમીટ ઈન્સપેકટરને મ્યુનિ.ના પ્લોટની કોઈ માહીતી હોતી નથી.કયા પ્લોટને ભાડે અપાયો,કયારે રીન્યુની મંજુરી અપાઈ સહીતની વિગત માંગવા છતાં મળતી નથી. કમિશનરે કહયુ,એસ્ટેટના અધિકારીઓને રોડ ઉપરના દબાણ દેખાતા નથી.અગાઉ અપાયેલી સુચનાનુ પાલન પણ કરાતુ નથી.


Google NewsGoogle News