Get The App

સ્માર્ટ સિટી વહીવટી તંત્ર છતાં અમદાવાદમાં રોડ ઉપર થૂંકનારા પંદર લોકો જ ઝડપાયા

શહેરના વિવિધ ચાર રસ્તા ઉપર સી.સી.ટી.વી.કેમરા છતાં નામપુરતી કાર્યવાહી

Updated: Nov 16th, 2024


Google NewsGoogle News

    સ્માર્ટ સિટી વહીવટી તંત્ર છતાં  અમદાવાદમાં રોડ ઉપર થૂંકનારા પંદર લોકો જ ઝડપાયા 1 - image 

  અમદાવાદ,શુક્રવાર,15 નવેમ્બર,2024

સ્માર્ટસિટી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોડ ઉપર પાન-મસાલા ખાઈ થૂંકનારાના ફોટા સાથે ઈ-મેમો મોકલવાની જાહેરાત કરાઈ હતી.આ જાહેરાતનો પહેલા જ દિવસે ફિયાસ્કો થવા પામ્યો હતો.વિવિધ ચાર રસ્તા ઉપર સી.સી.ટી.વી.કેમેરા સ્માર્ટસિટી પ્રોજેકટ અંતર્ગત લગાવાયા છે.આમ છતાં રોડ ઉપર થૂંકનારા માત્ર પંદર લોકોને ઝડપી ઈ-મેમો આપીને રુપિયા ત્રણ હજાર પેનલ્ટી વસૂલ કરાઈ હતી.

મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્માર્ટસિટી પ્રોજેકટ અંતર્ગત શહેરના વિવિધ ટ્રાફિક જંકશન ઉપર ત્રણ હજારથી વધુ સી.સી.ટી.વી.કેમેરા લગાવવામાં આવેલા છે. આ કેમેરાનો ઉપયોગ કરી રોડ ઉપર પાન-મસાલા ખાઈ થૂંકનારાને ફોટા સાથે ઈ-મેમો મોકલવાની મોટા ઉપાડે જાહેરાત કરવામા આવી હતી. શુક્રવારે સવારે શહેરના લો-ગાર્ડન, ચાંદખેડા, ગરીબનગર, ફુટબોલ ગ્રાઉન્ડ ઉપરાંત વિશાલા, એન.આઈ.ડી. ઉપરાંત ભૂલાભાઈ પાર્ક સહિતના વિસ્તારમાં આવેલા સ્માર્ટસિટી કેમેરાની મદદથી ૧૨ જેટલા ટુ વ્હીલર, એક થ્રી વ્હીલર ઉપરાંત બે કાર ચાલકો એમ કુલ મળીને પંદર લોકોએ વાહન હંકારતી વખતે ચાર રસ્તા ઉપર પાન-મસાલાની પિચકારી મારી રોડને ગંદો કરતા રુપિયા ૨૦૦ લેખે તેમની પાસેથી પેનલ્ટી વસૂલ કરવામાં આવી હતી.


Google NewsGoogle News