Get The App

નકકર આયોજનનો અભાવ છતાં V.S. બોર્ડમાં ૨૫૭ કરોડનું અંદાજપત્ર શાસકોએ મંજૂર કર્યું

નર્સીંગ સ્કૂલ ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ઈલેકટ્રિક બસ વસાવાશે

Updated: Jan 27th, 2025


Google NewsGoogle News

   નકકર આયોજનનો અભાવ છતાં V.S. બોર્ડમાં ૨૫૭ કરોડનું અંદાજપત્ર શાસકોએ મંજૂર કર્યું 1 - image  

  અમદાવાદ,સોમવાર,27 જાન્યુ,2025

અમદાવાદમાં વર્ષ-૧૯૩૧માં શરુ કરવામાં આવેલી વી.એસ.હોસ્પિટલની હાલત તેના જર્જરીત બિલ્ડિંગને કારણે દયનીય બની છે.આમ છતાં શાસક ભાજપે વી.એસ.બોર્ડ બેઠકમાં વર્ષ-૨૦૨૫-૨૬ માટે હોસ્પિટલનું રુપિયા ૨૫૭.૫૯ કરોડનું નકકર આયોજન વગરનું  બજેટ મંજૂર કર્યુ છે. આ પૈકી ૨૫૩ કરોડ મ્યુનિસિપલ કોર્પોરેશન હોસ્પિટલને આપશે.નર્સીંગ સ્કૂલ ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ઈલેકટ્રિક બસ વસાવાશે.

છેલ્લા ત્રણ વર્ષથી વી.એસ.હોસ્પિટલના નવીનીકરણની જાહેરાત કરવામા આવે છે.જે હાલમાં પણ બજેટબુકના કાગળ ઉપર જ છે. વર્ષ-૨૦૨૫-૨૬ માટે સત્તાધારી પક્ષે હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટે રજૂ કરેલા રુપિયા ૨૪૪ કરોડના બજેટમાં રુપિયા ૧૩ કરોડનો વધારો કરી રુપિયા ૨૫૭.૫૯ કરોડનું બજેટ વી.એસ.બોર્ડની મેયર પ્રતિભા જૈનની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં મંજૂર કર્યુ હતુ.બોર્ડ બેઠકમાં મંજૂર કરવામા આવેલા બજેટમાં હોસ્પિટલના આવેલા હેરીટેજ બિલ્ડિંગનું રુપિયા ૨૫ કરોડના ખર્ચે રીટ્રોફીટીંગ કરવા નર્સીંગ સ્કૂલના બિલ્ડિંગને રંગરોગાન કરવા રુપિયા ૫૦ લાખની રકમ ફાળવવામા આવી છે.જો કે આ પ્રકારની જાહેરાત ગત વર્ષના અંદાજપત્રમાં પણ કરવામા આવી હતી. એક વર્ષ પછી પણ સ્થિતિમાં કોઈ ફરક જોવા મળતો નથી.હોસ્પિટલ માટે નવા તબીબી સાધનો વસાવાશે.નવું સીટી સ્કેન, ઈકો તથા સોનોગ્રાફી મશીન સાથે રુપિયા ૯૦ લાખના ખર્ચથી નવું એકસ-રે મશીન ખરીદવામાં આવશે.ટ્રોમા સેન્ટર અને નર્સીંગ સ્કૂલના ધાબા ઉપર ૯૦ લાખના ખર્ચે સોલાર પેનલ લગાવવામા આવશે.


Google NewsGoogle News