વન વિભાગનો પરિપત્ર છતાં અમદાવાદમાં કોનાકોપર્સના ૨૧ હજારથી વધુ વૃક્ષો હયાત

દક્ષિણઝોનમાં સૌથી વધુ ૧૦૯૩૨ તથા પશ્ચિમઝોનમાં ૮૬૪૮ કોનાકોપર્સના વૃક્ષ

Updated: Jan 31st, 2024


Google NewsGoogle News

     વન વિભાગનો પરિપત્ર છતાં અમદાવાદમાં કોનાકોપર્સના ૨૧ હજારથી વધુ વૃક્ષો હયાત 1 - image

  અમદાવાદ,મંગળવાર,30 જાન્યુ,2024

રાજય સરકારના વનવિભાગ દ્વારા ૨૬ સપ્ટેમ્બર-૨૦૨૩ના રોજ પર્યાવરણ ઉપરાંત નાગરિકોને શરદી,ઉધરસ,અસ્થમા જેવા રોગ કરી શકે એવા કોનાકોપર્સના વૃક્ષો જડમુળથી દુર કરવા પરિપત્ર કરાયો છે.આમ છતાં હાલમાં અમદાવાદમાં  ૨૧૨૮૪ કોનાકોપર્સના વૃક્ષો હયાત છે.દક્ષિણઝોન હદ વિસ્તારમાં સૌથી વધુ ૧૦૯૩૨ તથા પશ્ચિમ ઝોનમાં ૮૬૪૮ વૃક્ષો હયાત છે.

રાજયના વન વિભાગ તરફથી કોનાકોપર્સના વૃક્ષોથી માનવજાત ઉપર નકારાત્મક અસર થતી હોવાથી તેને જડમુળથી દુર કરવા પરિપત્ર કરાયો હતો.આ વૃક્ષના મુળ જમીનમાં ઉંડે સુધી જાય છે અને સંદેશાવ્યવહાર માટેના કેબલ,ડ્રેનેજ અને પાણીની લાઈનને નુકસાન પહોંચાડે છે.શિયાળાની ઋતુમાં આ વૃક્ષ ઉપર ફુલો આવતા તેની પરાગરજ ફેલાવાના કારણે લોકોને શરદી,ઉધરસ, અસ્થમા જેવી બિમારી થાય છે.એડવોકેટ અતીક સૈયદે શહેરના સાત ઝોનમા આવેલા કોનાકોપર્સના વૃક્ષ અંગે માહિતી માંગી હતી.જેના જવાબમાં મ્યુનિ.તંત્રના કહેવા પ્રમાણે, સાત ઝોનમાં કુલ ૨૩,૦૪૧ કોનાકોપર્સના વૃક્ષ પૈકી અત્યારસુધીમાં કુલ ૧૭૫૭ વૃક્ષ કાપવામાં આવ્યા છે.

કયા ઝોનમાં કોનાકોપર્સના કેટલા હયાત વૃક્ષો

ઝોન    કુલ  વૃક્ષ         કાપવાના બાકી

ઉત્તર   ૮૭૯                   ૮૫૯

દક્ષિણ  ૧૦૯૩૨           ૧૦૯૩૨

પૂર્વ    ૭૪૮                   ૧૮૮

પશ્ચિમ  ૮૭૦૦                 ૮૬૪૮

ઉ.પ.   ૭૫૫                   ૨૦૬

દ.પ.   ૬૩૨                     ૧૯૬


Google NewsGoogle News