Get The App

વારંવાર નોટિસ આપવા છતાં પ્રોપર્ટી ટેકસ નહીં ભરાતા નવરંગપુરા વોર્ડની બાવીસ મિલકતની હરાજી કરાશે

ટેકસ નહીં ભરનારાને પંદર દિવસમાં બાકી ટેકસ ભરવા નોટિસ અપાઈ

Updated: Nov 7th, 2024


Google NewsGoogle News

  વારંવાર નોટિસ આપવા છતાં  પ્રોપર્ટી ટેકસ નહીં ભરાતા નવરંગપુરા વોર્ડની બાવીસ મિલકતની હરાજી કરાશે 1 - image   

  અમદાવાદ,બુધવાર,6 નવેમ્બર,2024

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી બાકી પ્રોપર્ટી ટેકસ ભરવા અંગે વારંવાર નોટિસ આપવા છતાં ટેકસ ભરવામાં નહીં આવતા નવરંગપુરા વોર્ડમાં આવેલી બાવીસ મિલકતની હરાજી કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. ટેકસ નહીં ભરનારા કરદાતાઓને પંદર દિવસમાં બાકી ટેકસ ભરવા નોટિસ અપાઈ છે.

નવરંગપુરા વોર્ડના જુદા જુદા વિસ્તારોમાં આવેલી મિલકતોનો બાકી મિલકતવેરો ભરપાઈ કરવા કરદાતાઓને મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પ્રોપર્ટી ટેકસના બીલો મોકલવામાં આવ્યા પછી પણ કરદાતાઓએ તેમનો બાકી પ્રોપર્ટી ટેકસ ભરપાઈ કર્યો નથી.આવા કરદાતાઓની મિલકતને જપ્તી વોરંટ બજાવી તેમની મિલકતો હરાજીમાં મુકવા નિર્ણય કરવામાં આવ્યો છે.

કઈ મિલકતનો કેટલી રકમનો ટેકસ બાકી

કબજેદાર       બાકી રકમ(લાખમાં)

રુપ હેર એન્ડ કેર       ૧૦.૨૬

ગિરધર ડીઝાઈનર      ૧૦.૬૫

કલ્પેશ આર પટેલ      ૧૦.૬૭

એરો ઈન્ફોટેક           ૧૩.૨૮

નારાયણ કોમ્પલેકસ    ૭.૫

નારાયણ કોમ્પલેકસ    ૧૦.૯૫

સેલ્ફ એન્ટરપ્રાઈઝ      ૧૦.૧૨

ગણેશ એસોસિએશન    ૧૦.૫૨

મેગ્નમ જીમખાના       ૨૨.૭૧

જૈમિન  જે પરીખ       ૯.૨૩

ટેનન્ટ                  ૮.૩૬

સાઈ એન્ટરપ્રાઈઝ      ૮.૩૫

ટ્રેડ સેન્ટર              ૭.૯૮

ક્રીષ્ના સિરામિકસ       ૬.૯૭

સેલ્ફ                    ૧૦.૩૩

જે.પી.પરીખ            ૧૪.૬૩

સ્ટર્લિંગ સિરામિકસ      ૧૪.૪૫

જશોદાબેન ભાવસાર    ૭.૨૪

પાયોનિયર સર્વિસ      ૮.૪૩

ટેનન્ટ                  ૭.૮૧

પ્રેમાબેન સોની          ૭.૪૭

હેમાંગ બી મહેતા        ૮.૬૬


Google NewsGoogle News