મ્યુનિ.કમિશનરનો નિર્ણય , શહેરને વધુ સ્વચ્છ બનાવવા આસિ.કમિશનરોને ફરજ સોંપાશે
દર બે વોર્ડ દીઠ સ્વચ્છતા સ્કવોર્ડ દ્વારા સ્વચ્છતાનુ મોનીટરીંગ કરવામાં આવશે
અમદાવાદ,બુધવાર,6 ડીસેમ્બર,2023
અમદાવાદને વધુ સ્વચ્છ બનાવવા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ
બજાવતા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોને વોર્ડ વાઈસ ફરજ સોંપવા મ્યુનિસિપલ કમિશનરે
નિર્ણય કર્યો છે.દર બે વોર્ડ દીઠ સ્વચ્છતા સ્કવોર્ડ દ્વારા સ્વચ્છતાનુ મોનીટરીંગ
કરાવાશે.જાહેર કે અન્ય સ્થળે કોમર્શિયલ એકમો ગંદકી કે ન્યુસન્સ ના કરે એ જોવાની
જવાબદારી પણ સોંપવામાં આવી છે.
મ્યુનિસિપલ કમિશનરે શહેરમાં સફાઈના ધોરણ સુધારવા ઉપર ભાર
મુકવા તંત્રને નિર્દેશ આપ્યો છે.દર બે વોર્ડ દીઠ સ્વચ્છતા સ્કવોર્ડ ચલાવવા અને
સફાઈ કામગીરીનુ મોનીટરીંગ કરવા તેમણે તાકીદ કરી છે.કમિશનરે શહેરના મુખ્ય રસ્તાની
સાથે તમામ આંતરીક રસ્તા પણ સ્વચ્છ હોવા જોઈએ એ મુજબ સફાઈ કરાવવા અધિકારીઓને તાકીદ
કરી છે.બે વોર્ડ દીઠ એક સ્વચ્છતા સ્કવોર્ડ ઉપર આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા
સફાઈ કામગીરીનુ મોનીટરીંગ કરાશે.મ્યુનિસિપલ કમિશનરે થોડા દિવસ અગાઉ બીટ ઉપર ૬૦ ટકા
સફાઈ કામદારો હોવા અંગેની ગંભીરનોંધ લીધી હતી.મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા
તમામ સફાઈ કામદારોની હાજરી બાયોમેટ્રીક પધ્ધતિથી પુરવા ઉપરાંત સફાઈ કામદારોની
હાજરી પગાર સ્લીપ સાથે જોડવા તાકીદ કરી છે.જાન્યુઆરી-૨૦૨૪થી આ સિસ્ટમ સંપૂર્ણ
અમલમાં મુકાશે.