ઔડા દ્વારા નિર્ણય કરાયો, ૨૦૨ હેકટરમાં જાસપુર-પલસાણાને આવરી લેતી ટી.પી.સ્કીમ બનશે

એસ.પી.રીંગ રોડ ઉપર કલોલ જતો ૬૦ મીટર પહોળાઈનો રોડ બનાવાશે

Updated: Dec 9th, 2023


Google NewsGoogle News
ઔડા દ્વારા નિર્ણય કરાયો, ૨૦૨ હેકટરમાં જાસપુર-પલસાણાને આવરી લેતી ટી.પી.સ્કીમ બનશે 1 - image


અમદાવાદ,શુક્રવાર,8 ડીસેમ્બર,2023

ઔડા દ્વારા ૨૦૨ હેકટરમાં ધાણજ,જાસપુર-પલસાણાને આવરી લેતી ટી.પી.સ્કીમ બનાવવા ઔડા કારોબારી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે.એસ.પી.રીંગરોડ ઉપર કલોલ જતો ૬૦ મીટર પહોળાઈનો રોડ બનાવાશે.આ રોડ બન્યા બાદ કલોલ જવા અડાલજ જવુ નહીં પડે.

કારોબારીની મળેલી બેઠકમાં ૨૦૨ હેકટર જમીનમાં નવી ટી.પી.સ્કીમ બનાવવા નિર્ણય લેવામાં આવ્યો હતો.રાજય સરકાર દ્વારા અગાઉ આ અંગે જાહેરનામુ બહાર પાડયુ હતુ.જાહેરનામામાં  ખેતીલાયક જમીનમાંથી રહેણાંક વિસ્તાર બનાવવા અંગે જોગવાઈ કરવામાં આવી હતી.એસ.પી.રીંગરોડ ઉપર સરદારધામ નજીક રોડ બનાવવાના નિર્ણયને પણ બેઠકમાં મંજુરી આપવામાં આવી હતી.

શેલામાં ૪૦ કરોડના ખર્ચે ઓડીટોરીયમ તૈયાર

શેલાના વી.આઈ.પી.રોડ ઉપર ઔડા તરફથી અંદાજે રુપિયા ૪૦ કરોડના ખર્ચથી નવુ ઓડીટોરીયમ તૈયાર કરાવવામાં આવ્યુ છે.૧૦૬૫લોકોની ક્ષમતા ધરાવતા ઓડીટોરીયમને રુપિયા ૨૦થી ૩૦ હજાર સુધીના ભાડાથી ભાડે આપવામાં આવશે.બેન્કવેટહોલ ૫૦૦ લોકોની ક્ષમતા ધરાવે છે જે રુપિયા ૨૫ હજારના ભાડાથી આપવામાં આવશે.મલ્ટી પર્પઝ હોલને રુપિયા ૩૦ હજારના ભાડાથી અપાશે.આગામી સમયમાં કેન્દ્રીય ગૃહમંત્રી આ ઓડીટોરીયમનુ લોકાર્પણ કરે એવી સંભાવના છે.


Google NewsGoogle News