વાસણાના મ્યુનિ.ના રીઝર્વ પ્લોટ માટે ૧૭ વર્ષથી ચાલતો કાનૂની જંગ

તારીખ પે તારીખ જેવી પરિસ્થિતિ

૩૪ હજાર ચોરસ મીટરના પ્લોટ માટે ૧૭ વર્ષમાં ૯૭ મુદત પડી ચૂકી છે

Updated: Jul 27th, 2024


Google NewsGoogle News

 વાસણાના  મ્યુનિ.ના રીઝર્વ પ્લોટ માટે ૧૭ વર્ષથી ચાલતો કાનૂની જંગ 1 - image

        અમદાવાદ,શુક્રવાર, 26 જુલાઈ,2024

અમદાવાદના વાસણા વિસ્તારમાં મલ્ટીપરપઝ હેતુ માટેના રીઝર્વેશન પ્લોટ માટે ૧૭ વર્ષથી કાનૂની જંગ ચાલી રહયો છે.૩૪ હજાર ચોરસમીટરનું ક્ષેત્રફળ ધરાવતા આ પ્લોટ માટે અત્યાર સુધીમાં ૯૭ મુદત પડી ચૂકી છે.આમ છતાં કેસનો નિકાલ આવી શકયો નથી.

વાસણા વિસ્તારમાં આવેલી ટી.પી.સ્કીમ નંબર-૨૬ના ફાઈનલ પ્લોટ નંબર-૩૨૭,૩૨૯ તથા ૩૩૦ની જગ્યા મ્યુનિસિપલ કોર્પોરેશનને રીઝર્વ પ્લોટ તરીકે મળી હતી. મ્યુનિસિપલ કમિશનર સાથેની સંકલન સમિતિની બેઠકમાં આ પ્લોટને લઈ મ્યુનિસિપલ કોર્પોરેશન વિરુધ્ધ સ્પેશિયલ સી.એ.૧૭ વર્ષથી ચાલતી હોવા છતાં કોઈ ઉકેલ લાવી શકાયો નહીં હોવા મુદ્દે એલિસબ્રિજના ધારાસભ્ય દ્વારા રજૂઆત કરવામા આવી હતી.વાસણા વિસ્તારમાં આવેલી જી.બી.શાહ કોલેજ પાસે આવેલી આ જગ્યામાં દબાણો સતત વધી રહયા છે.આ દબાણો રોકવા તથા કોઈ સારા વકીલને રાખી આ કેસનો નિકાલ લાવવા રજુઆત કરી હતી.જેથી મ્યુનિસિપલ કોર્પોરેશન આ જગ્યાનો ઉપયોગ કરી શકે.લીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુર્જરે કહયુ,સિવિલ ઉપરાંત હાઈકોર્ટમાં પણ આ કેસને લઈ કાર્યવાહી ચાલી રહી છે.બેથી ત્રણ વ્યકિત દ્વારા દાવો કરવામા આવ્યો છે. મળતી માહિતી મુજબ  વર્ષો અગાઉ મ્યુનિ.તરફથી એક વર્ષ માટે પ્લોટ આપવામાં આવ્યો હતો.જે પછીથી કાયદાકીય વિવાદ શરુ થયો હોવાનુ મનાઈ રહયુ છે.આ કેસના ઝડપથી નિરાકરણ માટે લીગલ વિભાગના અધિકારીઓને સુચના આપવામાં આવી છે.


Google NewsGoogle News