સનદી અધિકારીઓના પ્રવાસ ઉપર અંકુશ, વિદેશમાં યોજાતા સેમિનાર-સમિટમાં મ્યુનિ.અધિકારીને પણ સાથે મોકલાશે

Updated: Aug 21st, 2024


Google NewsGoogle News
સનદી અધિકારીઓના પ્રવાસ ઉપર અંકુશ, વિદેશમાં યોજાતા સેમિનાર-સમિટમાં મ્યુનિ.અધિકારીને પણ સાથે મોકલાશે 1 - image


Ahmedabad Municipal Corporation : દેશ-વિદેશમાં વિવિધ વિષયો ઉપર વખતોવખત યોજાતા સેમિનાર,સમિટમાં ભાગ લેવા મોટાભાગના કિસ્સામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સનદી અધિકારીઓને આમંત્રણ મળતુ હોય છે. સનદી અધિકારીઓના પ્રવાસ ઉપર અંકુશ મુકવામાં આવ્યો છે. શહેરને લાંબા સમય માટે લાભ મળે એ માટે સ્ટેન્ડિંગ કમિટીએ દરખાસ્તમાં સુધારો કરી મ્યુનિસિપલ કોર્પોરેશનના સંલગ્ન ખાતાના ઉચ્ચ અધિકારીને વિદેશ પ્રવાસમાં સનદી અધિકારીની સાથે મોકલાશે.

શહેરને લાંબા સમય માટે લાભ મળે એ માટે સ્ટેન્ડિંગ કમિટીએ દરખાસ્તમાં સુધારો કર્યો

આગામી 7-8 ઓકટોબર-24ના રોજ બેલ્જિયમ ખાતે પ્લાનિંગ ફોર સસ્ટેનેબલ ફયુચર, સીટીઝ વિષય ઉપર સમિટનું આયોજન કરવામાં આવેલુ છે. આ સમિટમાં ભાગ લેવા મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અમૃતેશ ઔરંગાબાદકરને મોકલવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત મંજુરી માટે મુકવામાં આવી હતી. કોન્ફરન્સમાં ભાગ લેવા અંગેનો ખર્ચ આયોજક સંસ્થા દ્વારા ભોગવવામાં આવનાર છે. 

આ સિવાય થનાર આનુસાંગિક ખર્ચ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભોગવવાની મંજુરી દરખાસ્તમાં માંગવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ દરખાસ્તમાં કરવામાં આવેલા સુધારા અંગે કહ્યું, સનદી અધિકારીઓ બદલી થતા રાજયમાં તેમને જયાં પોસ્ટીંગ આપવામાં આવે ત્યાં ફરજ બજાવવા જાય છે.

જયારે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા સંલગ્ન વિભાગના ઉચ્ચ અધિકારી લાંબા સમય સુધી ફરજ બજાવતા હોય છે.આ કારણથી ખાતાના ઉચ્ચ અધિકારીને વિદેશ પ્રવાસમાં સાથે મોકલવામાં આવે તો તેમના અનુભવોનો લાભ શહેરના વિકાસ માટે ઉપયોગમાં લઈ શકાય.


Google NewsGoogle News