ગુજરાત વિધાનસભામાં 'નકલીકાંડ'નો મુદ્દો ગુંજ્યો, કોંગ્રેસના 10 ધારાસભ્યો એક દિવસ માટે સસ્પેન્ડ
કોંગ્રેસી ધારાસભ્યોએ રાજ્ય સરકાર સામે અનેક સવાલોના જવાબો માંગ્યા
વિપક્ષે સસ્પેન્શનના હુકમને રદ્દ કરવાની માગણી કરી
Gujarat Vidhan Sabha : ગુજરાત વિધાનસભામાં શિયાળુ સત્ર ચાલી રહ્યું છે ત્યારે વિધાનસભા ગૃહમાં આજે કોંગ્રેસી ધારાસભ્યોએ રાજ્ય સરકાર સામે અનેક સવાલોના જવાબો માંગ્યા હતા, જેમાં આજે ગૃહમાં 'નકલીકાંડ'નો મુદ્દો ઉઠાવીને ગૃહમાં સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી ગૃહના સ્પીકરે કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ દીધા હતા.
કોંગ્રેસના નેતાઓએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું
ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલા શિયાળુ સત્રમાં રાજ્ય સરકાર વિવિધ પ્રશ્નોના જવાબો આપી રહી છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોએ આજે 'નકલીકાંડ'નો મુદ્દો ગૃહમાં ઉઠાવીને હોબાળો કર્યો હતો. નકલી કચેરી, નકલી પોલીસ, નકલી અધિકારી મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો અને સુત્રોચ્ચાર કર્યા હતા. વિપક્ષના ધારાસભ્યો વેલમાં ધસી ગયા હતા. આ મુદ્દા બાદ વિધાનસભાના સ્પીકરે કોંગ્રેસી ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દીધા હતા. જે બાદ કોંગ્રેસના નેતાઓએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. વિપક્ષે સસ્પેન્શનના હુકમને રદ્દ કરવાની માગણી કરી હતી.