ગુજરાતમાં કોંગ્રેસને મોટો ઝટકો, ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે આપ્યું રાજીનામું
આ પહેલા AAPના MLA ભૂપત ભાયાણીએ રાજીનામુ આપ્યુ હતું
કોંગ્રેસનું સંખ્યાબળ તુટીને 16 થઈ ગયું
gujarat politics : દેશમા આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે ગુજરાતમાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. ગુજરાતમાં થોડા દિવસો પહેલા જ આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ પક્ષ સાથે છેડો ફાડીને રાજીનામું આપ્યુ હતું ત્યારે હવે ગુજરાત કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય રાજીનામુ આપ્યું છે.
ખંભાતના ધારાસભ્યએ આપ્યું રાજીનામું
લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં ઉથલપાથલ જોવા મળી છે હજુ થોડા દિવસો પહેલા જ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભા બેઠકના ધારાસભ્યની ભૂપત ભાયાણીએ વિધાનસભા ખાતે અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યું હતું ત્યારે હવે ગુજરાત કોંગ્રેસના ખંભાત વિધાનસભા બેઠકના ધારાસભ્ય ચિરાગ પટેલે (Chirag Patel) પણ આજે રાજીનામુ આપ્યું છે.
કોંગ્રેસનું સંખ્યાબળ તુટીને 16 થઈ ગયું
ગુજરાતમાં 182 સભ્યોની વિધાનસભામાં AAP MLA ભૂપત ભાયાણીના રાજીનામાં બાદ સંખ્યા ઘટીને 181 થઈ હતી, ત્યારે હવે કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામાં બાદ આ સંખ્યા ઘટીને 180 પર પહોંચી ગઈ છે. આજે ચિરાગ પટેલ રાજીનામું આપતા કોંગ્રેસનું સંખ્યાબળ તુટીને 16 થઈ ગયું છે. ચિરાગ પટેલ 2022ની વિધાસભાની ચૂંટણીમાં ખંભાતની બેઠક પરથી ભાજપના ઉમેદવાર મયુર રાવલને 3711 મતથી હરાવીને પ્રથમ વખત ચૂંટણી જીત્યા હતા.