Get The App

વરસાદી પાણીનો સંગ્રહ કરવા AMC હસ્તકની મિલકતમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ લગાવાશે

અર્બન હેલ્થ સેન્ટર, વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન સહિતના સ્થળનો સમાવેશ કરાયો

Updated: Dec 17th, 2024


Google NewsGoogle News

    વરસાદી પાણીનો સંગ્રહ કરવા  AMC હસ્તકની મિલકતમાં  રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ લગાવાશે 1 - image 

  અમદાવાદ,સોમવાર,16 ડિસેમ્બર,2024

અમદાવાદમા વરસાદી પાણીનો સંગ્રહ કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની મિલકતમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ લગાવવા નિર્ણય કરવામા આવ્યો છે. મ્યુનિ.હસ્તકના અર્બન હેલ્થ સેન્ટર ઉપરાંત વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન સહિત કુલ ૨૫૦ મ્યુનિ.મિલકતમા રેઈન વોટર હાર્વેસ્ટીંગ સિસ્ટમ લગાવવા રુપિયા ૫.૩૨ કરોડનો ખર્ચ કરાશે.

 પાણી સમિતિની બેઠકમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો સંગ્રહ કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની વોર્ડ તથા ઝોનલ ઓફિસો ઉપરાંત હોસ્પિટલ, ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન સહિતની અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશનની મિલકતોમાં ધાબા ઉપર ભરાતા વરસાદી પાણીનો રેઈન વોટર હાર્વેસ્ટીંગ સિસ્ટમ દ્વારા સંગ્રહ કરવા તેમજ પાંચ વર્ષ માટે ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ સાથે રુપિયા ૫.૩૨ કરોડ ઉપરાંત જી.એસ.ટી.સાથે કોન્ટ્રાકટર એપોલો સ્ક્રીન્સ પ્રા.લી.ને કામગીરી આપવામા આવી છે. પ્રતિ યુનિટ રુપિયા ૧.૩૩ લાખ જેટલો ખર્ચ થશે. સંગ્રહ કરવામા આવેલા વરસાદી પાણીને ફીલ્ટર મારફતે શુધ્ધ કરી મ્યુનિ.મિલકતમા આવેલા બોર અથવા તેની પાણીની ટાંકીઓમાં સંગ્રહ કરવામા આવશે.


Google NewsGoogle News