ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગ-અંબાલાલ પટેલની આગાહી
Weather Update : ગુજરાતમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે રાજ્યમાં સવારે અને રાત્રીના સમયે ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળે છે. આ દરમિયાન હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે રાજ્યમાં ઠંડીને લઈને આગાહી કરી છે. ચાલો જાણીએ આગામી દિવસોમાં કેવું રહેશે ઠંડીનું જોર.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આવતીકાલે 21 નવેમ્બરે આંદામાન અને નિકોબાર ટાપુના દક્ષિણમાં આંદામાન સમુદ્ર પર ચક્રવાત સર્જાવાની શક્યતા હોવાથી 23 નવેમ્બર સુધીમાં ઠંડીનું જોર વધી શકે છે.
આ ઉપરાંત, હિંદ મહાસાગરના નીચલા ભાગમાં ચક્રવાતનું પરિભ્રમણ શરૂ હોવાથી તેની અસર દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં વર્તાઈ રહી છે. જેથી દક્ષિણ ભારતમાં વીજળી થવાની શક્યતા છે. આ સાથે પૂર્વ અરબી સમુદ્ર લક્ષદ્વીપ વિસ્તાર, કોમોરિન સહિતના વિસ્તારોમાં વાવાઝોડાની શક્યતા પણ વર્તાઈ રહી છે.
આ પણ વાંચો : GPSC: ગુજરાત આરોગ્ય વિભાગમાં મોટાપાયે ભરતી જાહેર, જાણો કઈ તારીખ સુધી કરી શકાશે અરજી
અંબાલાલ પટેલે શું કહ્યું?
જ્યારે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ધીમે ધીમે તાપમાન ઘટતા રાજ્યમાં ઠંડીનું જોર વધી શકે છે. 20થી 25 ડિસેમ્બરમં બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશનના કારણે ચક્રવાત થઈ શકે છે. જ્યારે 22 નવેમ્બર સુધીમાં અરબ સાગરમાં લો પ્રેશર સર્જાવાની શક્યતા છે અને જો આ લો પ્રેશર ગુજરાત તરફ પ્રયાણ કરશે તો રાજ્યમાં વરસાદ પણ પડવાની શક્યતા છે.