Get The App

અમદાવાદ મ્યુનિ.નો અણઘડ વહીવટ છ વર્ષ પહેલાની તપાસ માટે SVP ના નિવૃત્ત સુપ્રિટેન્ડન્ટ સામે આરોપનામું

ડોકટર સંદીપ મલ્હાને ખાતાકીય તપાસ બંધ કરવા મ્યુનિ.કમિશનરને પત્ર લખ્યો

Updated: Apr 12th, 2024


Google NewsGoogle News
અમદાવાદ મ્યુનિ.નો અણઘડ વહીવટ છ વર્ષ પહેલાની તપાસ માટે SVP ના નિવૃત્ત સુપ્રિટેન્ડન્ટ સામે આરોપનામું 1 - image


           અમદાવાદ, ગુરુવાર,11 એપ્રિલ,2024

        અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અણઘડ વહીવટનો વધુ એક નમુનો સામે આવ્યો છે.છ અને સાત મહિના પહેલાની ખાતાકીય તપાસ સંદર્ભમાં  એસ.વી.પી.હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ તરીકે સ્વૈચ્છીક નિવૃત્ત થયેલા સામે ખાતાકીય તપાસ સંદર્ભમાં આરોપનામુ ઘડવામાં આવ્યુ છે.આરોપનામું મળતા જ નિવૃત્ત એવા ડોકટર સંદીપ મલ્હાને ગુજરાત મુલ્કી સેવા(પેન્શન)-૨૦૨૨ની જોગવાઈ વિરુધ્ધ હોવાથી તેમની સામેનુ આરોપનામું રદ કરી ખાતાકીય તપાસ બંધ કરવા મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે.

એસ.વી.પી.હોસ્પિટલમાં મેડીકલ સુપ્રિટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા ડોકટર સંદીપ ટી મલ્હાને ૩૧ જૂલાઈ-૨૦૨૧થી સ્વૈચ્છીક નિવૃત્તિ લીધી છે.૪ જુલાઈ-૨૦૧૭ના રોજ ઓડીટ વાંધા ઉપસ્થિત થયા બાદ તપાસ સમિતિએ ૧૬ મે-૨૦૨૩ના રોજ અહેવાલ આપ્યો હતો.તપાસની કાર્યવાહી ૮ એપ્રિલ-૨૦૨૨ના રોજ શરુ કરવામા આવી હતી.૨૮ ફેબુ્રઆરી-૨૦૨૪ના રોજ ડોકટર સંદીપ ટી મલ્હાનને મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આરોપનામુ આપવામા આવ્યુ હતુ.મ્યુનિસિપલ કમિશનર અને ચેરમેન એ.એમ.સી.મેટને લખેલા પત્રમાં ડોકટર મલ્હાને ગુજરાત મુલ્કી સેવા(પેન્શન)ની જોગવાઈનો ઉલ્લેખ કર્યો છે.રાજય સરકારના પરિપત્ર મુજબ, પાંચ એપ્રિલ-૧૯૮૮ અનુસાર નિવૃત્તિ બાદ એવા બનાવ સંદર્ભમાં જ આરોપનામું આપીને ખાતાકીય તપાસ કરી શકાય કે જે બનાવ તેને આરોપનામુ આપવામા આવે તે તારીખથી ચાર વર્ષ પહેલાનો ના હોય.તપાસ કાર્યવાહી નિવૃત્તિ બાદ ૮ એપ્રિલ-૨૦૨૨ના રોજ શરુ કરવામા આવેલી હોવાથી કાયદા વિરુધ્ધ હોવાથી રદ કરી ખાતાકીય તપાસ બંધ કરવા મ્યુનિ.કમિશનરને રજુઆત કરાઈ છે.


Google NewsGoogle News