ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે ઘર્ષણ, શાબ્દિક બોલાચાલી બાદ મારામારી

કેટલાક વિદ્યાર્થીઓએ વાહનોમાં તોડફોડ પણ કરી

મારામારી ક્યા કારણોસર થઈ તેની વિગતો સામે આવી નથી

Updated: Mar 17th, 2024


Google NewsGoogle News
ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે ઘર્ષણ, શાબ્દિક બોલાચાલી બાદ મારામારી 1 - image


Gujarat News : અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયાના અહેવાલો મળી રહ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના બે જુથ વચ્ચે ઘર્ષણ પહેલા શાબ્દિક બોલાચાલી થઈ હતી ત્યારબાદ બને જૂથ વચ્ચે મારામારી થઈ હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી વીડિયો પણ સામે આવ્યા છે.

વિદ્યાર્થીઓના ટોળાએ વાહનોમાં તોડફોડ કરી 

સૂત્રો પાસેથી મળતા વધુ અહેવાલ મુજબ હોસ્ટેલના એ બ્લોક પાસે બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. કેટલાક વિદ્યાર્થીઓએ વાહનોમાં તોડફોડ કરી હતી. આ જૂથ અથડામણમાં વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે જેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જો કે ઘટનાની જાણ પોલીસને થતા જ સમગ્ર મામલાને શાંત પાડ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

ગૃહ રાજ્યમંત્રીએ ઘટનાને ગંભીરતાથી લીધી

મારામારીની આ ઘટના મોડી રાતે બની હતી અને ક્યાં કારણોસર બે જૂથ વચ્ચે ઘર્ષણ થયું તેની વિગતો હજુ સુધી બહાર આવી નથી. આ સમગ્ર મામલે સરકારે તપાસના આદેશ આપ્યા છે અને તોફાની તત્વોને તાત્કાલિક પકડવાની સૂચના આપવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રીએ હર્ષ સંઘવીએ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લીધી છે અને તેમણે પોલીસ ક્મીશનર સાથે આ મામલે ટેલિફોનિક વાતચીત કરી હતી. આ ઉપરાંત ઈમરાન ખેડાવાલાએ આ ઘટનાને દુ:ખદ ગણાવી છે. 

ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે ઘર્ષણ, શાબ્દિક બોલાચાલી બાદ મારામારી 2 - image


Google NewsGoogle News