ભૂમાફિયા કરોડો રૂપિયા ઓળવી ગયા, સ્વામિનારાયણ સંસ્થાના જમીન કૌભાંડની તપાસ CID ક્રાઇમ કરશે

Updated: Sep 16th, 2024


Google NewsGoogle News
ભૂમાફિયા કરોડો રૂપિયા ઓળવી ગયા, સ્વામિનારાયણ સંસ્થાના જમીન કૌભાંડની તપાસ CID ક્રાઇમ કરશે 1 - image


CID Crime Will Investigate The Land Scam: છેલ્લાં એક વર્ષ દરમિયાન ખેડૂતોની કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવાના ઇરાદે સ્વામીનારાયણ સંપ્રદાયના નામે મંદિર અને ગૌશાળા બનાવવાનું કહીને છેતરપિંડી કરાયાના અનેક ગુના આણંદ, નડિયાદ, સુરત, રાજકોટ સહિતના શહેરોમાં નોંધાયા હતા. જે બાબતને ગંભીરતાથી રાજ્યના ગૃહ વિભાગે આ તમામ કેસની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપવાનો મહત્ત્વનો નિર્ણય લીધો છે. આ ગેંગના સાગરિતો દ્વારા ચોક્કસ મોડ્‌સ ઓપરેન્ડી વાપરી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી. જેના કારણે સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક સંતો સામે સંડોવણીના આક્ષેપ થવાની સાથે સંડોવણી પણ બહાર આવી હતી.   

સ્વામિનારાયણ મંદિર અને ગૌશાળા નામે અનેક ગુના 

ગુજરાતના અમદાવાદ શહેર અને ગ્રામ્ય, આણંદ, નડિયાદ, સુરત અને રાજકોટ, સાબરકાંઠા, વઢવાણ સહિતના શહેરોમાં છેલ્લાં ઘણાં સમયથી ચોક્કસ ગેંગ સક્રિય થઈ છે. જે સ્વામિનારાયણ સંપ્રદાયના નામે મંદિર અને ગૌશાળા તેમજ અન્ય બિલ્ડિંગ બનાવવા માટે જમીન ખરીદવાની છે. તેમ કહીને ખેડૂતો પાસેથી ઊંચી કિંમતમાં જમીન ખરીદવાનું કહીને તે જમીન સ્વામીનારાયણ સંસ્થાના સાધુને વધારે ઊંચી કિંમતે વેચાણે અપાવવાની ખાતરી આપીને જમીનનો સોદો કરવાના નામે છેતરપિંડી આચરતા હતા. આ બાબતે રાજ્યમાં અનેક ગુના નોંધાયા હતા. જે બાબતને ધ્યાનમાં રાખીને રાજ્યના ગૃહ વિભાગે આ તમામ ગુનાની તપાસ સ્થાનિક પોલીસ પાસેથી લઈને સીઆઇડી ક્રાઇમને સોંપવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો: નકલી વિઝા રેકેટનો પર્દાફાશ, રૂ.300 કરોડની છેતરપિંડી, 5000 નકલી વિઝા બનાવ્યા, 6ની ધરપકડ

ગેંગની મોડ્‌સ ઓપરેન્ડી જોઈને પોલીસ પણ ચોંકી 

છેતરપિંડી આચરતી ગેંગની મોડ્‌સ ઓપરેન્ડી જોઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ચોંકી ઊઠ્યા હતા. જેમાં આ ગેંગના સાગરિતો એવા લોકોને ટાર્ગેટ કરતાં હતા કે જમીન લે-વેચનું કામ કરતા હોય. ત્યારબાદ તેમને ચોક્કસ ગામ કે વિસ્તારમાં કરોડો રૂપિયાની જમીન બતાવતા હતા અને કહેતા હતા કે સ્વામીનારાયણ સંસ્થાને ધાર્મિક સંસ્થા અને ગૌશાળા બનાવવા માટે આ જમીન ખરીદવાની છે. પરંતુ સાધુ ખડૂતો પાસેથી સીધી જમીન ખરીદી કરી શકતા નથી. જેથી જે તે વ્યક્તિને જમીન ખરીદી અને સંસ્થાને વેચવા વચ્ચે મોટો નફો મળશે તેમ કહીને લાલચ આપીને જમીનની ખરીદી કરાવતા હતા. 

ત્યારબાદ વેચાણ કરાર કરાવીને કોઈ સ્વામિનારાયણ સંસ્થાના સાઘુને જમીન બતાવવા માટે પણ લાવતા હતા. જેથી જમીન ખરીદનારને વિશ્વાસ બેસતો હતો અને ખેડૂતને બાનાખત માટે કરોડો રૂપિયા અપાવતા હતા. તે પછી આ ગેંગ ખેડૂત જમીન વેચાણની ના પાડે છે. તેમ કહીને ખેડૂત અને સ્વામીનારાયણના સંપ્રદાય સાઘુ સાથે મળીને કરોડોની છેતરપિંડી આચરતી હતી. જેમાં અનેક લોકોને ટાર્ગેટ કરાયા હતા અને ખુદ સ્વામીનારાયણ સંપ્રદાયના જ સંત્સંગીઓએ જ તેમના સંપ્રદાયના લોકોને શિકાર બનાવ્યા હતા. આમ આ પ્રકારની મોડ્‌સ ઓપરેન્ડીથી ગુનાઓનું પ્રમાણ વધતાં હવે તમામ કેસની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપવામાં આવી છે.

ભૂમાફિયા કરોડો રૂપિયા ઓળવી ગયા, સ્વામિનારાયણ સંસ્થાના જમીન કૌભાંડની તપાસ CID ક્રાઇમ કરશે 2 - image


Google NewsGoogle News