અમદાવાદમાં વાતાવરણમાં પલટો, કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ, IMDએ આપી આગાહી
આજે અમદાવાદ ઉપરાંત અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં પણ વરસાદ ખાબક્યો
unseasonal rain in Ahmedabad : ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં કેટલાક દિવસોથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે અમદાવાદમાં પણ સવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અનેક વિસ્તારોમાં ઠંડા પવન સાથે વરસાદ વરસ્યો છે. વરસાદના પગલે વાહન ચાલકોને મુશ્કોલીનો સામનો કરવો પડ્યો હતો. રાજ્યમાં હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે. અમદાવાદ ઉપરાંત આજે વહેલી સવારે અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં પણ કમોસમી વરસાદ ખાબક્યો છે.
રાજ્યમાં હજુ માવઠાની આગાહી
રાજ્યભરમાં વાતાવરણમાં પલટો થયો હોવાના સમાચારો મળી રહ્યા છે, તો કેટલાક ગામો તેમજ શહેરોમાં વરસાદના પણ અહેવાલો સાંપડ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના અરવલ્લી તેમજ મહીસાગરમાં પણ હળવાથી મધ્ય વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે અરવલ્લી, અમદાવાદ, મહીસાગર, ડાંગ, નવસારી, વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.