હવે લર્નિંગ લાયસન્સ મેળવવું બનશે સરળ, આ નિયમમાં મોટો ફેરફાર કરાયો
Image: Envato
Driving License Rules Change: રાજ્યના વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા લર્નિંગ લાયસન્સ મેળવવાના નિયમો થોડા હળવા કરવામાં આવ્યા છે. નવા નિયમ અનુસાર, હવેથી પરીક્ષા 15માંથી 9 પ્રશ્નોના સાચા હશે તો પણ લર્નિંગ લાયસન્સ મળશે. અગાઉ 15માંથી 11 પ્રશ્નો સાચા હોવાનો નિયમ હતો.
આ પણ વાંચો: આગામી 5 દિવસ ગુજરાતમાં કેવો રહેશે વરસાદી માહોલ? જાણો હવામાન વિભાગની આગાહી
વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા પરિપત્ર જાહેર કરાયો
રાજ્યના વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં કેન્દ્રીય મોટર વાહન નિયમો 1989ના નિયમ-11(4) અનુસાર, હવેથી 15માંથી 9 પ્રશ્નોના સાચા જવાબ હશે તો લર્નિંગ લાયસન્સ ઈસ્યુ કરવા આવશે. ઉલ્લેખનીય છે કે, આ નિયમમાં ફેરફાર કરવાનો મૂળ ઉદેશ્ય એ છે કે,લોકોને સરળતાથી લર્નિંગ લાયસન્સ મળી શકે.