ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ વકર્યો, કુલ મૃત્યુ 61, પોઝિટિવ કેસ 56, શંકાસ્પદ કેસ વધી 148 થયા

Updated: Aug 2nd, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ વકર્યો, કુલ મૃત્યુ 61, પોઝિટિવ કેસ 56, શંકાસ્પદ કેસ વધી 148 થયા 1 - image


Chandipura Virus: ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી કુલ મૃત્યુઆંક વધીને હવે 61 થઈ ગયો છે. અમદાવાદ શહેરમાંથી સૌથી વધુ 6 બાળકોએ શંકાસ્પદ ચાંદીપુરાથી જીવ ગુમાવ્યો છે. નોંધનીય છે કે, ગુરૂવારે (પહેલી ઓગસ્ટ) સુરેન્દ્રનગરના વસ્તડી ગામના 11 વર્ષના બાળકનું ચાંદીપુરાના કારણે મૃત્યુ થયું હતું. આ બાળકની રાજકોટની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જેનો બે દિવસ પહેલાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

જાણો ક્યા કેટલા કેસ નોંધાયા

મળતી માહિતી અનુસાર, ગુજરાતમાં હાલ ચાંદીપુરા વાયરસના 56 પોઝિટિવ કેસ છે. જેમાં સાબરકાંઠામાં 6, અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, અરવલ્લી, દાહોદ, કચ્છમાં 3, ગાંધીનગર, મહીસાગર, સુરત 2, ખેડામાં 5, મહેસાણામાં 5, પંચમહાલમાં 7, જામનગર, મોરબી, વડોદરા, બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, ભરૂચ, પોરબંદર, પાટણમાં 1 કેસ નોંધાયો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં મર્જરના નામે 5612 સરકારી સ્કૂલોને ખંભાતી તાળા, 1657માં તો માત્ર એક જ શિક્ષક


ગુજરાતમાં વાયરલ એન્કેફેલાઇટિસના કુલ 148 કેસ છે. વાયરલ એન્કેફેલાઇટિસના કુલ 27 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને 60 દર્દીઓને રજા અપાઈ છે. કુલ 21 જિલ્લામાં ચાંદીપુરાના પોઝિટિવ કેસ નોંધાઇ ચૂક્યા છે.

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ વકર્યો, કુલ મૃત્યુ 61, પોઝિટિવ કેસ 56, શંકાસ્પદ કેસ વધી 148 થયા 2 - image

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ વકર્યો, કુલ મૃત્યુ 61, પોઝિટિવ કેસ 56, શંકાસ્પદ કેસ વધી 148 થયા 3 - image

ચાંદીપુરા વાયરસ ફેલાવતી સેન્ડ ફ્લાય માખી કઈ રીતે જોખમી હોય છે?

•સેન્ડ ફ્લાય માખી ઘરની અંદરની બાજુએ કાચી કે પાકી દિવાલ પર ભેજવાળા વાતાવરણમાં થાય છે.

•આ સેન્ડ ફ્લાય નરી આંખે જોઈ શકાય તેવી સામાન્ય માખી કરતાં ચાર ગણી નાની હોય છે.

•સેન્ડ ફ્લાય ગ્રામ્ય વિસ્તારના ખાસ કરીને માટીના ઘરમાં દિવાલની તિરાડોમાં રહે છે.

•સેન્ડ ફ્લાય દ્વારા ચાંદીપુરા ઉપરાંત કાલા આઝાર જેવા રોગ પણ ફેલાય છે.

•સામાન્ય રીતે 14 વર્ષ સુધીના બાળકો કે જેમની રોગપ્રતિકારકશક્તિ ઓછી હોય તેમને થવાનું જોખમ રહે છે.

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ વકર્યો, કુલ મૃત્યુ 61, પોઝિટિવ કેસ 56, શંકાસ્પદ કેસ વધી 148 થયા 4 - image



Google NewsGoogle News