Get The App

ગુજરાતમાં CBIના દરોડા, 350 અધિકારીઓની ટીમ 35 જેટલા કોલ સેન્ટર પર ત્રાટકી

Updated: Sep 27th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં CBIના દરોડા, 350 અધિકારીઓની ટીમ 35 જેટલા કોલ સેન્ટર પર ત્રાટકી 1 - image


CBI Raid in Gujarat: ગુજરાતમાં સતત સાયબર ફ્રોડના કેસ વધી રહ્યા છે, ત્યારે શહેરમાં ચાલતાં વિવિધ કોલ સેન્ટરો દ્વારા વિદેશી નાગરિકોને પોતાની જાળમાં ફસાવી રૂપિયા પડાવી લેવામાં આવતા હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે CBIની 350થી વધુ લોકોની ટીમે ગુજરાતમાં મોટી રેડ પાડી છે. જેમાં શહેરમાં ગેરકાયદે ચાલતા 35થી વધુ કોલ સેન્ટરો પર ત્રાટકી દરોડા પાડ્યા છે. જેના લીધે સાયબર ફ્રોડની ટુકડીમાં ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે. જો કે આ રેડના શું પરિણામ આવ્યા તેની હજુ જાણકારી સામે આવી નથી. 

અમદાવાદમાં કેમ પાડ્યા દરોડા? 

છેલ્લા ઘણા સમયથી CBI દ્વારા સાયબર ફ્રોડના કેસ અને તેને લગતાં કોલ સેન્ટરો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન CBI વિશાખાપટ્ટનમ, કોલકાતા, હૈદરાબાદ જેવા શહેરોમાં દરોડા પાડી ચૂકી હતી. જ્યાંથી અમદાવાદ સાથેની લિંક મળતાં 350 જેટલા CBIના અધિકારીઓની ટીમે ગેરકાયદે રીતે ચાલતાં કોલ સેન્ટરો પર તવાઈ બોલાવી હતી. 

અમેરિકા કોલ કરીને લોકો પાસેથી ડૉલર પડાવતાં... 

ઉલ્લેખનીય છે કે એવા અનેક ગેરકાયદે કોલ સેન્ટર અમદાવાદમાં સંચાલિત છે જ્યાંથી અમેરિકા જેવા દેશોમાં કોલ કરીને લોન અથવા ક્રેડિટ કાર્ડના નામે લોકોને ડરાવી-ધમકાવી કે ફસાવીને ઉઘરાણી કરવામાં આવે છે. તેમને લોન ઓફર કરીને તેમની પાસેથી પૈસા ઉઘરાવી લેવાતા હતા. જેની ઘણી ફરિયાદો મળી હતી. ડૉલરમાં આવક મેળવનારા આવા કોલ સેન્ટર માલિકોની તંત્ર કે પોલીસ સાથે સાંઠગાંઠ હોય તેવું પણ બની શકે છે. જોકે CBIના દરોડામાં આવા લોકો પર તવાઈ બોલાવી દેવાઈ છે. આખી રાત દરમિયાન રેડની કાર્યવાહી કરવામાં આવી હતી. કારણ કે આવા કોલ સેન્ટર ખાસ કરીને રાતે જ ધમધમતા હોય છે. 



Google NewsGoogle News