Get The App

અમદાવાદના બે લાખ કુતરાંઓને લગાવવામાં આવશે વિઝયુલ ઈયર ટેગ, 1.80 કરોડનો થશે ખર્ચ

Updated: Oct 24th, 2024


Google NewsGoogle News

  અમદાવાદના બે લાખ કુતરાંઓને લગાવવામાં આવશે વિઝયુલ ઈયર ટેગ, 1.80 કરોડનો થશે ખર્ચ 1 - image

Ahmedabad Street Dog: અમદાવાદના વિવિધ વિસ્તારમાંથી પકડાયેલા પાલતુ અને રખડતા કૂતરાંની ઓળખ પ્રસ્થાપિત કરવા મ્યુનિસિપલ તંત્ર રેડીયો ફ્રીકવન્સી આઈડેન્ટીફીકેશન ડેટા ટેગ અને ચીપ લગાવશે. આર.એફ.આઈ.ડી.ટેગ અને વિઝયુલ ઈયર ટેગ લગાવવા રુપિયા 1.80 કરોડની મર્યાદામાં બે વર્ષ માટે મે.બીઝ ઓરબીટ ટેકનોલોજી નામની સંસ્થાને કામગીરી અપાશે. રખડતા પશુઓ બાદ હવે શહેરમાં રાખવામાં આવતા પાલતુ કૂતરાંનું રજિસ્ટ્રેશન કરી તેના માલિક સાથે ઓળખ આપવામાં આવશે.

પશુઓ બાદ હવે પાલતુ કૂતરાં માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે 

અમદાવાદમાં એક અંદાજ મુજબ બે લાખ જેટલી કૂતરાંની વસ્તી છે. પોલીસ કમિશનરના જાહેરનામાનો અમલ કરાવવા શહેરમાં પાલતુ તેમજ રખડતા કૂતરાંને તેનુ ખસીકરણ કરવામાં આવ્યા બાદ તેની ઓળખ ઉભી કરવા આર.એફ.આઈ.ડી.ચીપ તેમજ વિઝયુલ ઈયર ટેગ લગાવવા મંજુરી માંગતી દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મુકવામાં આવી છે. મ્યુનિ.ના સી.એન.સી.ડી.વિભાગના વડા નરેશ રાજપૂતે કહ્યું, વિભાગ તરફથી પશુ ત્રાસ અટકાવ પોલીસી તથા એબીસી ડોગ રુલ્સ-2023 મુજબ રખડતા કૂતરાંની સાથે પાલતુ કૂતરાંને આર.એફ.આઈ.ડી.ચીપ લગાવવાની સાથે કૂતરાંના માલિક તથા કૂતરાંનું રજિસ્ટ્રેશન કરી ઓળખ આપવામાં આવશે.

કૂતરાં દીઠ માઈક્રોચીપ લગાવવા રુપિયા 285નો ભાવ અપાયો

મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી રખડતા કૂતરાંને પકડી તેનુ ખસીકરણ કરવામાં આવે છે.હવે રખડતા અને પાલતુ કૂતરાંની ઓળખ ઉભી કરવા આર.એફ.આઈ.ડી.માઈક્રો ચીપ લગાવવા કૂતરાં દીઠ રુપિયા 285 વિઝયુઅલ ઈયર ટેગ લગાવવા કૂતરાં દીઠ રુપિયા 30નો ભાવ એજન્સી તરફથી આપવામાં આવ્યો છે.


Google NewsGoogle News