સાત સમંદર પારથી લાડીને લેવા આવ્યા વરરાજા, હિન્દુ રીત-રિવાજથી કર્યા લગ્ન, જાનૈયાઓએ કર્યો ડાન્સ
Ahmedabad News: સાચો પ્રેમ દુનિયાના ગમે તે ખૂણેથી મળી શકે છે. આવો જ એક કિસ્સો અમદાવાદના ખોખરા વિસ્તારમાંથી સામે આવ્યો છે. જ્યાં સાત સમંદર પારથી વરરાજા પોતાની લાડીને લેવા આવ્યા હતાં. આ સિવાય વરઘોડામાં મન મૂકીને નાચ્યા પણ હતાં. આ દ્રશ્ય જોઈને સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતાં.
આ પણ વાંચોઃ ગુજરાત યુનિવર્સિટી એનિમેશન કૌભાંડ: વિભાગના પૂર્વ વડાએ 42 લાખથી વધુનો પગાર ખોટી રીતે લીધો
કેનેડામાં થયો પ્રેમ
અમદાવાદમાં રહેતી શ્રદ્ધા સોલંકી નામની યુવતી વ્યવસાયે ડૉક્ટર છે અને કેનેડામાં અભ્યાસ કરી રહી હતી. કેનેડામાં આ યુવતી કેનેડિયન યુવક જીનના પ્રેમમાં પડી હતી. જીન પોતે વ્યવસાયે બિઝનેસમેન છે. બાદમાં બંનેએ પરિવારજનોને મનાવ્યા અને લગ્ન માટે તૈયાર કર્યાં.
આ પણ વાંચોઃ મેટ્રોમાં મુસાફરી કરતા અમદાવાદ-ગાંધીનગરના લોકોને રાહત, હવે મોટેરાથી ટ્રેન નહીં બદલવી પડે
હિન્દુ રીત-રિવાજથી કર્યાં લગ્ન
શ્રદ્ધાને પોતે હિન્દુ વિધિ તરીકે લગ્ન કરવા ઈચ્છતી હતી, તેથી કેનેડિયન યુવક કેનેડાથી જાન લઈને આવ્યો અને વાજતે-ગાજતે હિન્દુ વિધિ દ્વારા લગ્ન કર્યાં. શ્રદ્ધા અને જીનના લગ્ન ગુરૂવારે (13 ફેબ્રુઆરી) યોજાયા હતાં. જેમાં કેનેડિયન લોકો જાનૈયા બનીને વાજતે-ગાજતે જાન લઈને આવ્યા હતાં. બંનેએ હિન્દુ લગ્ન વિધિ મુજબ અગ્નિની સાક્ષીએ ફેરાં લઈને આજીવન એકબીજાનો સાથ આપવાનું વચન આપ્યા હતાં. આ અવનવી જાન જોઈને આસપાસના લોકો અચંબિત થઈ ગયા હતાં.