Get The App

ગણેશ ગ્લોરી પાસે પે એન્ડ પાર્ક પધ્ધતિથી ૧૧૦૦ વાહન પાર્ક કરાવવા ૨૬.૩૨ લાખ વાર્ષિક અપસેટ વેલ્યુ

ઈસ્કોન ક્રોસરોડ ઉપર વાહન પાર્ક કરાવવા રુપિયા ૧૬.૫૫ લાખ વાર્ષિક અપસેટ વેલ્યુ

Updated: Oct 8th, 2024


Google NewsGoogle News

 ગણેશ ગ્લોરી પાસે પે એન્ડ પાર્ક પધ્ધતિથી ૧૧૦૦ વાહન પાર્ક કરાવવા ૨૬.૩૨ લાખ વાર્ષિક અપસેટ વેલ્યુ 1 - image    

  અમદાવાદ,મંગળવાર,8 ઓકટોબર,2024

જગતપુર વિસ્તારમાં આવેલા ગણેશ ગ્લોરી પાસે ૫૦૩ ટુ વ્હીલર અને ૫૯૭ ફોર વ્હીલર એમ કુલ મળીને ૧૧૦૦ વાહન બે વર્ષના સમય માટે પે એન્ડ પાર્ક પધ્ધતિથી પાર્ક કરાવાશે.આ કોન્ટ્રાકટ મેળવવા મ્યુનિ.તંત્રે રુપિયા ૨૬.૩૨ લાખ વાર્ષિક અપસેટ વેલ્યુ નકકી કરી છે. ઈસ્કોન ક્રોસ રોડથી ચીમનભાઈ ઈન્સ્ટીટયુટ સુધીના રોડ ઉપર પે અન્ડ પાર્ક પધ્ધતિથી વાહન પાર્ક કરાવવાનો કોન્ટ્રાકટ માટે રુપિયા ૧૬.૫૫ લાખ વાર્ષિક અપસેટ વેલ્યુ નકકી કરવામાં આવી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર-પશ્ચિમ ઝોનમાં આવેલા આવેલા સાત અલગ અલગ સ્પોટ ઉપર પે એન્ડ પાર્ક પધ્ધતિથી વાહન પાર્ક કરાવવા માટે એસ્ટેટ વિભાગ તરફથી કોન્ટ્રાકટરો પાસેથી ઓફર મંગાવવામાં આવી છે.સાત સ્થળ પૈકી સૌથી વધુ વાર્ષિક અપસેટ વેલ્યુ જગતપુર વિસ્તારમાં આવેલા ગણેશ ગ્લોરી પાસેના મ્યુનિ.ના ફાઈનલ પ્લોટ માટે રાખવામાં આવી છે.દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા ઈસ્કોન ક્રોસ રોડથી ચીમનભાઈ ઈન્સ્ટીટયુટ સુધીના રોડ ઉપર મ્યુનિ.માલિકીની જગ્યામાં પે એન્ડ પાર્ક પધ્ધતિથી વાહન પાર્ક કરાવવા ત્રણ વર્ષના સમય માટે કોન્ટ્રાકટ અપાશે.આ કોન્ટ્રાકટ માટે વાર્ષિક અપસેટ વેલ્યુ રુપિયા ૧૬.૫૫ લાખ રાખવામાં આવી છે.જો કે આ જગ્યામાં કુલ કેટલા વાહન પે એન્ડ પાર્ક પધ્ધતિથી પાર્ક કરાવાશે એ અંગે એસ્ટેટ વિભાગ તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

કયા સ્પોટ ઉપર કેટલાં વાહન પાર્ક કરાવાશે

સ્થળ                           ટુવ્હીલર                ફોર વ્હીલર       અપસેટ વેલ્યુ(લાખમાં)

કારગીલ પમ્પની બાજુમાં        ૬૫૨               ૮૧            ૧૦.૨૭

ગોતા ઓવરબ્રિજ પાસે          ૧૨૭               ૨૧               ૨.૧૮

સાયન્સસીટી મેઈન રોડ         ૨૧૬              ૧૯૬             ૯.૨૨

એસ.જી.હાઈવે,વોડાફોન બાજુમાં     ૨૦૧           ૪૯           ૩.૯૯

વિશ્વાસિટી પાસે,સોલા               ૬૦             ૫૦             ૨.૪૧

એડીબી વોટર ટેન્ક પાસે           ૩૧૩           ૨૦             ૪.૨૮

ગણેશ ગ્લોરી પાસે,જગતપુર      ૫૦૩           ૫૯૭           ૨૬.૩૨


Google NewsGoogle News