બે કરોડના ખર્ચે બનાવાયેલા કેમ્પ હનુમાન મંદિર પાસેના ફુટ ઓવરબ્રિજનું આજે લોકાર્પણ કરાશે
Foot over bridge near Camp Hanuman Temple: શાહીબાગ વોર્ડમાં કેમ્પ હનુમાન મંદિર પાસે રુપિયા 2.35 કરોડના ખર્ચે રસ્તો ક્રોસ કરવા ફુટ ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. જેનુ લોકાર્પણ આજે કરવામાં આવશે. બ્રિજ ઉપર કલીઅર સ્પાન 30.50 મીટર,પહોળાઈ 3.0 મીટર તથા ઉંચાઈ 5.5 મીટર રાખવામાં આવી છે.
શાહીબાગ વોર્ડમાં ડફનાળાથી એરપોર્ટ તરફ જતા રોડ ઉપર કેમ્પ હનુમાન મંદિર પાસે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફુટઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે. ફુટ ઓવરબ્રિજમાં 600 એમ.એમ.ડાયાની પાઈલ તેમજ તેની ઉપર પાઈલ કેપ કરી ટ્રસ ટાઈપ સ્ટીલ સ્ટ્રકટર કામગીરી કરવામાં આવી છે. ફુટઓવરબ્રિજના બંને છેડા તરફ સીડી તથા લિફટની સગવડ કરાઈ છે. ફુટ ઓવરબ્રિજ શરુ થવાથી લોકોને રસ્તો ઓળંગવામાં સરળતા ઉપલબ્ધ થઈ શકશે.