Get The App

ડ્રાઈવર-કંડકટર બંને નશાની હાલતમાં, અમે તમારા નોકર નથી, તમારે ધ્યાન રાખવાનું કે કયું બસસ્ટેન્ડ આવ્યું

રુટ નંબર-૫૦માં મુસાફરી કરી રહેલા સિનિયર સીટીઝનને થયેલો કડવો અનુભવ

Updated: Aug 20th, 2024


Google NewsGoogle News

   ડ્રાઈવર-કંડકટર બંને નશાની હાલતમાં,  અમે તમારા નોકર નથી, તમારે ધ્યાન રાખવાનું કે કયું બસસ્ટેન્ડ આવ્યું 1 - image    

 અમદાવાદ,સોમવાર,19 ઓગસ્ટ,2024

આંબલીથી ઈસ્કોન તરફ જઈ રહેલી રુટ નંબર-૫૦ની બસમાં મુસાફરી કરી રહેલા એક સિનિયર સિટીઝનને એ.એમ.ટી.એસ.નો કડવો અનુભવ થયો હતો. સિનિયર સિટીઝન એવા વૃધ્ધે ઈસ્કોન આવે તો કહેજો એમ કહેતા તેમને જવાબ અપાયો કે અમે તમારા નોકર નથી.તમારે ધ્યાન રાખવાનુકે કયું બસસ્ટેન્ડ આવ્યુંઅમારે કહેવાનું ના હોય.આ સમયે ડ્રાઈવર તથા કંડકટર બંને નશાની હાલતમાં હતા.

સોમવારે બપોરે ૧૨.૩૦ કલાકના સુમારે આંબલીથી ઈસ્કોન જતા રુટ નંબર-૫૦ની બસમાં એક સિનિયર સિટીઝન મુસાફરી કરી રહયા હતા.વ્યસ્ક દ્વારા ઈસ્કોન આવે તો તેમને કહેવા માટે વિનંતિ કરી હતી.ડ્રાઈવર અને કંડકટર તરફથી દારુ પીધેલી હાલતમાં તેમને આપવામાં આવેલા જવાબ પછી કાકાએ કહયુ,તમે આવી રીતે કેમ જવાબ આપો છો? આ સાંભળી જેમને ઈસ્કોન જવાનુ હતુ એવા સિનિયર સિટીઝનને વિક્રમનગર પહેલા જ બસમાંથી ઉતારી મુકવામાં આવ્યા હતા.ઉપરાંત જયાં સુધી આ કાકા બસમાંથી ઉતરશે નહીં ત્યાં સુધી બસ આગળ જશે નહીં એમ કહી દસ મિનિટ સુધી બસ ઉભી રાખવામાં આવી હતી.બસ આગળ નહીં જતા બસમાં મુસાફરી કરી રહેલા અન્ય મુસાફરોએ ડ્રાઈવર-કંડકટરને વિનંતિ કરી હતી.આ વિનંતિને પણ બંનેએ ધ્યાનમાં લીધી નહતી.

તારાથી થાય એ ઉખાડી લે હું ભાજપનો કાર્યકર્તા છુ,ડ્રાઈવર

બસ ઉભી હતી એ દરમિયાન એક રીક્ષા ચાલકે કહયુ, હું ભાજપનો કાર્યકર છુ.થોડી શરમ કરો નહીંતર હું કમ્પલેઈન કરી દઈશ. આ સાંભળી નશાની હાલતમાં બસના ડ્રાઈવરે કહયુ, તારાથી થાય એ ઉખાડી લે ભાજપનો કાર્યકર્તા તો હું પણ છુ.એમ કહીને ખિસ્સામાંથી ભાજપનું કાર્ડ બતાવ્યુ હતુ.એ.એમ.ટી.એસ.ના આર.એલ.પાંડેએ પ્રતિક્રીયા આપતા કહયુ, આ મામલે તપાસ કરીને પગલા લેવામાં આવશે.


Google NewsGoogle News