બોપલના વકીલ બ્રિજ પાસે આવેલા તેર માળના શિવાલિક સત્યમેવ બિલ્ડિંગમાં આગ,લોકો ફટાફટ ઉતર્યા

ત્રીજા માળે આવેલી ઓફિસમાં એ.સી.નું કોમ્પ્રેસર ફાટતા આગ લાગી હતી

Updated: Apr 2nd, 2024


Google NewsGoogle News
બોપલના વકીલ બ્રિજ પાસે આવેલા તેર માળના શિવાલિક સત્યમેવ બિલ્ડિંગમાં આગ,લોકો ફટાફટ ઉતર્યા 1 - image

       

 અમદાવાદ, સોમવાર, 1 એપ્રિલ,2024

અમદાવાદના બોપલ વિસ્તારમાં વકીલ બ્રિજ પાસે આવેલા તેર માળના શિવાલિક સત્યમેવ બિલ્ડિંગમાં આગ લાગતા લોકો ફાયર વિભાગની ટીમ પહોંચે એ પહેલા જીવ બચાવવા ફટાફટ સીડી ઉતરી નીચે પહોંચી ગયા હતા.ત્રીજા માળે આવેલી ઓફિસમાં એ.સી.નું કોમ્પ્રેસર ફાટતા આગ લાગી હતી.આગની ઘટના બાદ પાંચ કલાક સુધી સમગ્ર બિલ્ડિંગનો વીજ સપ્લાય બંધ કરી દેવાયો હતો.

શહેરના બોપલમાં આવેલા શિવાલિક સત્યમેવ નામના બિલ્ડિંગમાં સોમવારે બપોરે ૪.૩૦ કલાકે આગ લાગી હોવાનો કોલ ફાયર કંટ્રોલને મળ્યો હતો.ત્રણ બેઝમેન્ટ ઉપરાંત ગ્રાઉન્ડ ફલોરથી તેર માળ સુધીના બિલ્ડિંગના ત્રીજા માળે આવેલી ઓફિસમાં આગ લાગતા ગણતરીની મિનિટમાં ધુમાડો ઉપરના ફલોર સુધી પહોંચી ગયો હતો.આગ લાગતા જ બિલ્ડિંગમાં રાખવામાં આવેલી ફાયર સિસ્ટમની મદદથી આગ બુઝાવવા પ્રયાસ કરાયો હતો.ફાયર સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, તેર માળના બિલ્ડિંગનો કોમર્શિયલ હેતુથી વપરાશ થઈ રહયો છે.સમગ્ર બિલ્ડિંગને ગ્લાસથી કવર કરવામાં આવેલુ હોવાથી ધૂમાડો નીકળી ના શકતા બિલ્ડિંગમાં ઘટના સમયે હાજર લોકો પોતે જ ઝડપથી નીચે ઉતરી ગયા હતા.ફાયર વિભાગના બે વાહનો દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી હતી.પાંચ કલાક બાદ ફરી વીજ સપ્લાય શરુ કરવા મંજૂરી અપાઈ હતી.


Google NewsGoogle News