પંદર વર્ષે શાસકોને બોધી જ્ઞાન લાધ્યું, કાંકરિયા ખાતે નિષ્ફળ ગયેલા હિલીયમ બલૂનને રિવરફ્રન્ટ ખાતે મુકવા વિચારણા
વન ટ્રી હીલ ગાર્ડન નજીક હિલીયમ બલૂનમાં ત્રણ વખત પંકચર પડયુ હતુ
અમદાવાદ, શુક્રવાર,17 જાન્યુ,2025
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકોને પંદર વર્ષે બોધી
જ્ઞાન લાધ્યુ છે.કાંકરિયા ખાતે નિષ્ફળ ગયેલા હિલીયમ બલૂનને રિવરફ્રન્ટ ખાતે મુકવા
સત્તાધીશોએ વિચારણા શરુ કરી છે. વન ટ્રી હીલ ગાર્ડન નજીક મુકવામાં આવેલા હિલીયમ
બલૂનમાં ત્રણ વખત પંકચર પડતા મ્યુનિ.તંત્રે અને એજન્સીએ જે તે સમયે આ પ્રોજેકટ
પડતો મુકયો હતો.છતાં ઉત્સાહી શાસકો હિલીયમ બલૂનને સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મુકવા
ઈચ્છી રહયા છે.
રિક્રીએશન કમિટીની બેઠકમાં કાંકરિયા ખાતે જે તે સમયે
મુલાકાતીઓના આકર્ષણ માટે મુકવામા આવેલા હિલીયમ બલૂન અંગે ચર્ચા કરવામા આવી
હતી.કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીએ કહયુ,
કાંકરિયા ખાતે હવાની દિશા અનૂકુળ નહીં હોવાથી હિલીયમ બલૂન ચલાવી શકાય એમ નથી.
વાસ્તવિકતા એ છે કે, વર્ષ-૨૦૧૦થી
લઈ ૨૦૨૧ સુધીના સમયમાં હિલીયમ બલૂનમાં ત્રણ વખત પંકચર થયા હતા.એને ચલાવવા માટેના
ઈંધણથી લઈ રીપેરીંગ સુધીનો ખર્ચ પોષાઈ શકે એમ નહીં હોવાથી જેને કોન્ટ્રાકટ આપવામા
આવ્યો હતો એ એજન્સીએ જ મ્યુનિસિપલ તંત્રને પોતે આ પ્રોજેકટ માટે કામ કરવા તૈયાર
નહીં હોવાની રજૂઆત કરતા તંત્રે પણ પ્રોજેકટ પડતો મુકયો હતો.કમિટી ચેરમેનનો દાવો છે
કે,સાબરમતી
રિવરફ્રન્ટ ખાતે હિલીયમ બલૂનને માટે યોગ્ય વાતાવરણ અને હવાની દિશા મળી રહેશે.શહેરમાં વાવાઝોડુ આવવાની સ્થિતિ
સર્જાશે તેવા સમયે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે હિલીયમ બલૂન ટકકર ઝીલી શકશે કે કેમ એ
અંગેનો જવાબ સત્તાધીશો પાસે નહતો.