બોર્ડ પરીક્ષા મૂલ્યાંકનમાં જડતા ન રાખી વિવેકબુદ્ધિથી માર્ક આપવા આદેશ
પ્રથમવાર બોર્ડની ગુણ પ્રદાન માટે શિક્ષકોને સૂચનાઓ
વિદ્યાર્થીની રજૂઆતની શૈલી આન્સર કીથી જુદી હોય પણ જવાબનું હાર્દ આવી જતું હોય તો ગુણ અપાશે
અમદાવાદ, સોમવાર
ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષામાં સાયન્સના વિષયોમાં આન્સર કી જાહેર કરાયા બાદ અનેક વાંધા રજૂઆતો આવે છે અને બોર્ડે સુધારા કરવા પડતા હોય છે તેમજ તમામ વિદ્યાર્થીઓને બેથીત્રણ ગુણ સમાનપણે ગ્રેસિંગ રૃપે આપવા પડતા હોય છે.આ સમસ્યા અને વિવાદ ટાળવા માટે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા પ્રથમવાર બોર્ડ પરીક્ષામાં ઉત્તરવહી તપાસવા આવતા શિક્ષકો માટે મૂલ્યાંકનલક્ષી તાલીમ-વર્કશોપનું આયોજન કર્યુ હતુ. જે સંદર્ભે બોર્ડ દ્વારા ધો.10-12ના પરીક્ષા મૂલ્યાંકન સંદર્ભે શિક્ષકોને જડતા ન રાખીને વિવેકબુદ્ધિથી માર્કસ આપવા માટે સૂચના આપી છે.
વિદ્યાર્થીની રજૂઆતની શૈલી આન્સર કીથી જુદી હોય પણ જવાબનું હાર્દ આવી જતું હોય તો ગુણ અપાશે
ગુજરાત શિક્ષણ બોર્ડે પ્રશ્નપત્રના પરીક્ષણકાર્ય-ઉત્તરવહી મૂલ્યાંકન સંદર્ભે ગુણ પ્રદાન માટે સૂચનાઓ જાહેર કરી છે.જેમાં શિક્ષકોને જણાવવામા આવ્યુ છે કે મૂલ્યાંકનમાં આન્સર કીને જડતાથી ન વળગી રહેતા સાચા અને મૌલિક ઉત્તરને ધ્યાને લેવા, વિકલ્પવાળા પ્રશ્નોમાં માત્ર આલ્ફાબેટ કે શબ્દ સાચો હોય તો પણ ગુણ આપવા, ખાલી જગ્યામાં માત્ર સાચો જવાબ કે પ્રશ્નના વિકલ્પ નીચે નીશાની હોય તો ગુણ આપવા અને પૂર્ણ વાક્યનો આગ્રહ રાખવો નહીં. સાચા ખોટા વિધાનોમાં સત્ય કે અસત્યની ની નીશાની દ્વારા જવાબ હોય તો પણ ગુણ આપવા. ટૂંકમા જવાબ માટે શબ્દ કે વાક્યમાં આપેલ સાચા જવાબ માટે ગુણ આપવા. જોડકામાં ક્રમ કે આલ્ફાબેટ કે પ્રશ્ન લખેલ સ્વરૃપે હોય કે તીરથી જોડેલ હોય તો પણ ગુણ આપવા. પ્રશ્નમાં આકૃતિ દોરવાનું ન જણાવેલ છતાં જો વિદ્યાર્થીએ આકૃતિ દોરી હોય તો પોતાની વિવેક બુદ્ધિથી ગુણ આપી શકાય. વિદ્યાર્થીની રુજઆતની શૈલી આન્સર કી જુથી હોય પરંતુ જવાબનું હાર્દ આવી જતુ હોય તો ગુણ આપવા. મૂલ્યાંકનન માટે મુદ્દે કે વિધાનોની સંખ્યાને ધ્યાને ન લેતા વર્ણનમાં ચાવીરૃપે શબ્દો આવી જતા હોય તો તેના ગુણ આપવા.
ગુણ અંગ્રેજી અંકમાં સ્પષ્ટ વંચાય તે રીતે લખવા શિક્ષકોને ખાસ સૂચના અપાઈ
પેપર તપાસતી વખતે મુકવાના ગુણ અંગ્રેજી અંકમાં સ્પષ્ટ વંચાય તે રીતે લખવા શિક્ષકોને ખાસ સૂચના અપાઈ છે.મહત્વનું છે કે ધો.10-12ની બોર્ડ પરીક્ષા બાદ પરિણામ સમયે રીચેચિંગથી માંડી ઉત્તરવહી અવલોકન માટે અને આન્સર કી સામે વાંધા રજૂ કરતી અનેક અરજીઓ બોર્ડને આવે છે.રીચેકિંગ-રૃબરૃ અવલોકન અને આન્સર કીના એક્સપર્ટ મૂલ્યાંકન બાદ બોર્ડે સુધારા પણ કરવા પડે છે અને વિદ્યાર્થીઓને રેચેકિંગ-રી એસેમેન્ટ બાદ માર્કસ સુધારીને આપવા પડે છે.ઘણીવાર શિક્ષકોની મૂલ્યાંકન સંદર્ભે ભૂલો ધ્યાને આવતી હોય છે.જેથી બોર્ડે આવી સૂચનાઓ આપવી પડી છે.