એરપોર્ટ સર્કલથી ડફનાળા સર્કલ અને આશ્રમરોડ, ઈસ્કોનથી પકવાન જંકશન આઈકોનિક રોડ બનાવાશે

Updated: Sep 10th, 2024


Google NewsGoogle News
એરપોર્ટ સર્કલથી ડફનાળા સર્કલ અને આશ્રમરોડ, ઈસ્કોનથી પકવાન જંકશન આઈકોનિક રોડ બનાવાશે 1 - image

Ahmedabad Iconic Road : અમદાવાદમાં એરપોર્ટ સર્કલથી ડફનાળા સર્કલ સુધીના રોડ ઉપરાંત આશ્રમરોડ, ઈસ્કોનથી પકવાન જંકશન સુધીનારોડને આઈકોનિક બનાવાશે. શહેરમાં કુલ વીસ કિલોમીટરથી વધુ લંબાઈના સાત રોડને રૂપિયા 350 કરોડના ખર્ચે આઈકોનિક બનાવવામાં આવશે.રોડની હયાત પહોળાઈ મુજબ ઓનસ્ટ્રીટ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવશે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક વર્ષ અગાઉ શહેરના એરપોર્ટ સર્કલથી ઈન્દિરા સર્કલ સુધીના રોડને આઈકોનિક રોડ તરીકે ડેવલપ કરવામાં આવ્યો હતો.શહેરના વધુ સાત રોડને  રુપિયા 350 કરોડના ખર્ચે ટેન્ડર પ્રક્રીયા મ્યુનિસિપલ તંત્ર તરફથી કરવામાં આવી છે.વિવિધ વિસ્તારમાં આવેલા હયાત રસ્તાને આઈકોનિક રોડ તરીકે ડેવલપ કરવા જુદા જુદા સ્થળ ઉપર સર્વે કરાયા પછી ડીઝાઈન તૈયાર કરવામાં આવી હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળે છે.

કયા રોડ આઈકોનિક રોડ બનશે

નામ 
લંબાઈ (મીટર) 
પહોળાઈ (મીટર)
એરપોર્ટ સર્કલથી ડફનાળા જંકશન
3250
30
નરોડા સ્મશાનથી દહેગામ સર્કલ  
2700
60
શ્યામલથી એસ.જી.હાઈવે
3300
30
ઈસ્કોનથી પકવાન જંકશન
1470
12થી 28
વિસતથી તપોવન સર્કલ 
2400
90થી 108
કેશવબાગથી પકવાન જંકશન
2370
30
આશ્રમરોડ
5115
30.5થી 39.65

ઓલિમ્પિક થીમ બેઝ કેનયુગથી શ્યામલ તથા શ્યામલથી એસ.જી.હાઈવેનું ડેવલપમેન્ટ કરાશે

સાત રોડને આઈકોનિક રોડ તરીકે ડેવલપ કરવા નિર્ણય કરાયો છે.જેમાં હયાત રોડની પહોળાઈને ધ્યાનમાં રાખીને થ્રી લેન રોડ બનાવાશે.રાહદારીઓને ચાલવા માટે 2થી 3 મીટર પહોળી ફૂટપાથ બનાવાશે.રોડની પહોળાઈ વધુ હોય ત્યાં સર્વિસ રોડનું પ્રોવિઝન કરવામાં આવશે.ઓલિમ્પિક થીમ બેઝ કેનયુગથી શ્યામલ તથા શ્યામલથી એસ.જી.હાઈવેનું ડેવલપમેન્ટ કરાશે.


Google NewsGoogle News